અમદાવાદ, 4 ઓક્ટોબરઃ વિનય કોર્પોરેશન લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. આ ઓફરમાં રૂ. 1500 મિલિયન (રૂ. 150 કરોડ) સુધીના રૂ. 10ની મૂળ કિંમતમાં ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) તથા સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 22,213,852 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે.

કંપની ટુ-વ્હીલર વાહનો, થ્રી-વ્હીલર વાહનો, પેસેન્જર વાહનો અને કમર્શિયલ વાહનો માટે ઓટોમોટિવ કોમ્પોનન્ટ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીની ડિઝાઇન, ઉત્પાદન, સપ્લાય અને નિકાસમાં કાર્યરત છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સ્ટીયરીંગ વ્હીલ સ્વિચ, ગિયર શિફ્ટિંગ પેડલ, લાઇટ કંટ્રોલ યુનિટ, બ્રેક પેડલ સ્વિચ અને સેન્સર, મલ્ટીમીડિયા પ્લગ અને એરબેગ ઓન/ઓફ સ્વિચ (વિઝિબલ સ્વિચ અથવા હીડન સ્વિચ) (“મેકેટ્રોનિક પ્રોડક્ટ્સ”) અને વાયરિંગ હાર્નેસ, ફ્યુઝ બોક્સ, વાયર, કેબલ, ટર્મિનલ અને કનેક્ટર્સ (“કનેક્ટિવ પ્રોડક્ટ્સ”) સામેલ છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાતા ઇક્વિટી શેર્સ બીએસઇ લિમિટેડ (“બીએસઇ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (“એનએસઇ”) ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.

આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ અને એક્સિસ કેપિટલ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)