WIPRO Q4 RESULTS: ચોખ્ખો નફો 8% ઘટીને રૂ. 2,835 કરોડ
અમદાવાદ, 20 એપ્રિલઃ
વિપ્રો લિમિટેડે ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 8 ટકા ઘટીને રૂ. 2,835 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 3,074.5 કરોડનો નફો નોંધાવ્યો હતો. આવક ઘટીને રૂ. 22,208.3 કરોડ થઈ હતી. જે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 23,190.3 કરોડની હતી. જોકે, વિપ્રોએ અનુક્રમે રૂ. 22,117 કરોડના રૂ. 2,748 કરોડના બોટમલાઈન અને ટોપલાઈન વિશ્લેષકોના અંદાજો કરતાં સારી કામગીરી નોંધાવી છે. IT સર્વિસ સેગમેન્ટની આવક $2.66 બિલિયન હતી, જે એક વર્ષ અગાઉની સરખામણીએ ક્રમિક રીતે 0.1% નો વધારો અને 6.4% નો ઘટાડો છે. Q4 માટે, EBIT માર્જિન અથવા ઓપરેટિંગ માર્જિન એક વર્ષ અગાઉના સમયગાળાથી 10 bps નજીવો વધીને 16.4 ટકા થયો હતો.
કંપનીનો વાર્ષિક નફો 11045 કરોડ નોંધાયો | એટ્રીશન રેટ ઘટી 14.2 ટકા |
FY24ના સંપૂર્ણ વર્ષ માટે, આવક 90,486 કરોડથી ઘટીને રૂ. 89,760 કરોડ થઈ છે. વર્ષ માટે ચોખ્ખો નફો રૂ. 11,045 કરોડ હતો. ઓપરેટિંગ માર્જિન 16.1 ટકા હતું. | ચોથા ક્વાર્ટરમાં 520 bps ઘટી 14.2 ટકા થયું છે. આ ક્વાર્ટરમાં 6,180 કર્મચારીઓનો ઘટાડો નોંધાવ્યો હતો. અને પૂર્ણ-વર્ષના ધોરણે, હેડકાઉન્ટ FY24માં 24,516 ઘટ્યા હતા. |
19 એપ્રિલે BSE પર વિપ્રોના શેર 1.74% વધીને રૂ. 452.1 પર બંધ થયા હતા.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)