MF ઈન્ડસ્ટ્રીમાં 32 મહિલા ફંડ મેનેજર, 5 લાખ કરોડની એયુએમ મેનેજ કરે છે
મહિલા વિશેષ: કુલ એયુએમના 12 ટકા એસેટ્સ મહિલાઓ દ્વારા સંચાલિત, ફિક્સ્ડ ઈન્કમ ફંડમાં પ્રમાણ વધુ
બેન્ક એફડી અને અન્ય સ્રોત સામે સુરક્ષિત અને લાંબાગાળે સરેરાશ 12 ટકાથી વધુ રિટર્ન આપવામાં મ્યુચ્યુઅલ ફંડ મોખરે રહ્યા છે. પરિણામે છેલ્લા કેટલાક વર્ષોથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સતત વધ્યું છે. કોરોના મહામારી બાદ મ્યુચ્યુઅલ ફંડની એયુએમ સતત વધી 38.89 લાખ કરોડે પહોંચી છે. જેમાં 12 ટકા અર્થાત 4.55 લાખ કરોડની એસેટ્સનું મેનેજમેન્ટ મહિલા ફંડ મેનેજર કરી રહી છે. મોર્નિંગસ્ટાર વુમન ફંડ મેનેજર્સ રિપોર્ટ 2022, મ્યુચ્યુઅલ ફંડ મેનેજર સેગમેન્ટમાં મહિલાઓનું પ્રમાણ સાવ નજીવુ 8 ટકા આસપાસ હોવા છતાં વાર્ષિક ધોરણે સતત વધી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સના ફંડ મેનેજ કરતી મહિલાઓની સંખ્યા 2017માં 18 હતી જે પાંચ વર્ષમાં 43.75 ટકા વધી 32 થઈ છે. મહામારીના કારણે 2020માં મહિલા ફંડ મેનેજરની સંખ્યા ઘટી હતી. દેશની મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં કુલ 399 ફંડ મેનેજર કાર્યરત છે. જેમાં મહિલાઓનો હિસ્સો માત્ર 8 ટકા છે. એમ્ફીના જાન્યુઆરીના આંકડાઓ અનુસાર, 38.01 લાખ કરોડની મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ દ્વારા મેનેજ થતાં ફંડનું પ્રમાણ 12 ટકા (4,55,438 કરોડ) છે. જે કુલ એયુએમના 13.5 ટકા હતું.
ઈક્વિટી ફંડ્સના 25 ટકા મેનેજમેન્ટ મહિલાઓ દ્વારા
કેટેગરી કુલ AUM મેનેજ AUM ટકા
એલોકેશન 3.17 0.18 4.5
ઈક્વિટી 9.15 1.03 25.1
ફિક્સ્ડ ઈનકમ 6.15 1.77 43.1
લિક્વિડ 8.85 1.09 26.6
સોલ્યુશન 0.22 0.02 0.6
કુલ 38.01 4.55 12
મહિલા ફંડ મેનેજરની સંખ્યામાં વૃદ્ધિ
વર્ષ સંખ્યા
2017 18
2018 24
2019 29
2020 28
2021 30
2022 32
મહિલા ફંડ મેનેજર પોઝિટીવ રિટર્ન આપવામાં અગ્રેસર
મ્યુચ્યુઅલ ફંડ મેનેજરના હિસ્સામાં માત્ર 8 ટકા હિસ્સો ધરાવતી મહિલા ફંડ મેનેજર પુરૂષ ફંડ મેનેજરની તુલનાએ રિટર્ન આપવામાં અગ્રણી રહી છે. કુલ એયુએમમાં વાર્ષિક ફંડ સ્કીમ્સની કુલ એયુએમમાંથી 69 ટકામાં રિટર્ન, 3 વર્ષની સ્કીમ્સની 96 ટકા એયુએમ, અને પાંચ વર્ષની સ્કીમ્સની 69 ટકા એયુએમમાં રિટર્ન આપવામાં સફળ રહી છે.
ટોટલ MF ફંડ મેનેજર: 399
પુરૂષ ફંડ મેનેજર: 367
મહિલા ફંડ મેનેજર: 32