યથાર્થ હોસ્પિટલે પ્રી-IPO પ્લેસમેન્ટ મારફતે રૂ. 1,200 મિલિયન એકત્રિત કર્યાં
અમદાવાદ, 10 જુલાઇઃ યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર લિમિટેડે રોકડ માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 300 (પ્રતિ ઇક્વિટી શેર રૂ. 290ના શેર પ્રીમિયમ સહિત) અને કુલ રૂ. 1,200 મિલિયન (“પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ”) માટે 4,000,000 ઇક્વિટી શેર્સનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ શરૂ કર્યું છે. પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટમાં પ્લુટસ વેલ્થ મેનેજમેન્ટ એલએલપીને ફાળવાયેલા રૂ. 600 મિલિયનના 2,000,000 ઇક્વિટી શેર્સ, થિંક ઇન્ડિયા અપોર્ચ્યુનિટિઝ માસ્ટર ફંડ એલપીને ફાળવાયેલા રૂ. 300 મિલિયનના 1,000,000 ઇક્વિટી શેર્સ, વિકાસ વિજયકુમાર ખેમાનીને ફાળવાયેલા રૂ. 100 મિલિયનના 333,333 ઇક્વિટી શેર્સ, રોઝી બ્લુ ડાયમંડ્સ પ્રાઇવેટ લિમિટેડને ફાળવાયેલા રૂ. 130 મિલિયનના 433,334 ઇક્વિટી શેર્સ અને વિરાજ રસેલ મહેતાને ફાળવાયેલા રૂ. 70 મિલિયનના 233,333 ઇક્વિટી શેર્સ સામેલ છે.
આ પહેલાં કંપનીએ પ્રસ્તાવિત આઇપીઓ માટે સેબી પાસે ડીઆરએચપી ફાઇલ કર્યું હતું. ફ્રેશ ઇશ્યૂનું કદ રૂ. 6,100 મિલિયન સુધીનું હતું, જેને પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ અનુસાર રૂ. 1,200 મિલિયન ઘટાડવામાં આવ્યું છે તથા તે મૂજબ ફ્રેશ ઇશ્યૂનું કદ સુધારીને રૂ. 4,900 મિલિયન કરાયું છે તથા પ્રમોટર ગ્રૂપ સેલિંગ શેરહોલ્ડર (“ઓફર ફોર સેલ”) દ્વારા ઓફર ફોર સેલ 6,551,690 ઇક્વિટી શેર્સ સુધી રહે છે.
6,551,690 ઇક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલમાં વિમલા ત્યાગી દ્વારા 3,743,000 સુધીના ઇક્વિટી શેર્સ, પ્રેમ નારાયણ ત્યાગી દ્વારા 2,021,200 સુધીના ઇક્વિટી શેર્સ અને નીના ત્યાગી દ્વારા 787,490 સુધીના ઇક્વિટી શેર્સ સામેલ છે (“પ્રમોટર ગ્રૂપ સેલિંગ શેરહોલ્ડર”)
ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ, એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ અને આઇઆઇએફએલ સિક્યુરિટીઝ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.