અમદાવાદ, ભારત અને ઝુહાઇ, ચાઇના, 14 ફેબ્રુઆરી: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેની સંપૂર્ણ માલીકીની પેટા કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ ગ્લોબલ એફઝેડઇએ યુએસ માર્કેટમાં 505(B)(2) પ્રોડક્ટ BEIZRAY (Albumin Solubilized Docetaxel Injection) માટે ઝુહાઇ બેહાઇ બાયોટેક કંપની લિમિટેડ સાથે એક્સક્લુઝિવ લાઇસન્સિંગ, સપ્લાય અને કમર્શિયલાઇઝેશન કરાર કર્યાં છે.

આ કરારની શરતો મૂજબ બેહાઇ બાયોટેક આ પ્રોડક્ટના ઉત્પાદન અને સપ્લાય માટે જવાબદાર રહેશે. ઝાયડસ યુએસમાં આ પ્રોડક્ટના કમર્શિયલાઇઝેશન માટે જવાબદાર રહેશે. કરારની શરતો મૂજબ બેહાઇ બાયોટેક યુએસમાં BEIZRAYના ચોખ્ખા નફામાંથી હિસ્સો, અપફ્રન્ટ પેમેન્ટ્સ અને સેલ્સ ટાર્ગેટ-આધારિત માઇલસ્ટોન પેમેન્ટ્સ પ્રાપ્ત કરશે.

BEIZRA Polysorbate -80 અથવા Sulfobutyl Ether Cyclodextrin જેવાં સિન્થેટિક excipients વગર Docetaxelના પ્રથમ ક્લિનિકલ માન્ય સુધારેલું ફોર્મ્યુલેશન છે. તે માનવ Albuminમાં દ્રવ્ય છે, જે સિન્થેટિક excipients સાથે જોડાયેલી પ્રતિકૂળતામાં ઉપયોગી છે. BEIZRAY માટે એનડીએને યુએસએમાં 23 ઓક્ટોબર, 2024ના રોજ મંજૂરી મળી હતી. BEIZRAY Breast Cancer, Non-small Cell Lung Cancer, Prostate Cancer, Gastric Adenocarcinoma તેમજ Head અને Neck Cancerની સારવાર માટે ઉપયોગમાં લઇ શકાય તેમ છે.

IQVIA MAT ડિસેમ્બર 2024 મૂજબ યુએસએ માર્કેટમાં Docetaxel ઇન્જેક્શન માર્કેટ યુએસએ માર્કેટમાં આશરે 531,000 યુનિટના વાર્ષિક વોલ્યુમ અપટેકની ઓક્સેસ પ્રદાન કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)