ઝાયડસે તેના ટેમ્પ્લેટ ફોર્મ્યુલરીમાં ZituvioTM, ZituvimetTM અને ZituvimetTM XR (Sitagliptin | Sitagliptin and Metformin Hydrochloride)નો ઉમેરો કરવા CVS કેરમાર્ક સાથે સમજૂતી કરી
અમદાવાદ, ભારત, 8 જાન્યુઆરી: ઇનોવેશન આધારિત ગ્લોબલ હેલ્થકેર કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે (તેની પેટાકંપનીઓ સહયોગીઓ સહિત, જે અહીં ‘Zydus’ તરીકે ઓળખાશે) જાહેરાત કરી છે કે તેણે તેના ટેમ્પ્લેટ ફોર્મ્યુલરીમાં ZituvioTM , ZituvimetTM અને ZituvimetTM XR (Sitagliptin | Sitagliptin and Metformin Hydrochloride) ટેબ્લેટ્સનો ઉમેરો કરવા માટે CVS Health® (NYSE: CVS) કંપની એવી CVS Caremark® સાથે સમજૂતી કરી છે. સીવીએસ કેરમાર્ક 1 જાન્યુઆરી, 2025થી તેના ટેમ્પ્લેટ ફોર્મ્યુલરીમાં ઝાયડસની ZituvioTM અને કોમ્બિનેશન પ્રોડક્ટ્સનો ઉમેરો કરશે.
Zituvio અને કોમ્બિનેશન પ્રોડક્ટ્સમાં ZituvioTM (sitagliptin), ZituvimetTM (sitagliptin and metformin hydrochloride) અને ZituvimetTM XR (sitagliptin and metformin hydrochloride) એક્સટેન્ડેડ-રિલીઝ ટેબ્લેટ્સનો સમાવેશ થાય છે. Sitagliptin (base) અને કોમ્બિનેશન ફ્રેન્ચાઇઝીના આ ત્રણ એનડીએને 505 (બી) (2) રૂટ દ્વારા અગાઉ યુએસએફડીએ દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે. Zituvio રેન્જની પ્રોડક્ટ્સમાં ડાયપેપ્ટિડાઇલ પેપ્ટિડેસ-4 (ડીપીપી-4) ઇન્હિબિટર એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ સિટાગ્લિપ્ટિન તથા બાયગુઆનાઇડ મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ (એચસીઆઈ)નો સમાવેશ થાય છે જે ટાઇપ 2 ડાયાબિટીસ મેલિટસ ધરાવતા પુખ્ત વયના લોકોમાં ગ્લાયસેમિક કંટ્રોલ સુધારવા માટે આહાર અને કસરતના સહાયક તરીકે કામ કરે છે.
ઝાયડસ ફાર્માસ્યુટિકલ્સ યુએસએ ઇન્કોર્પોરેશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ પુનિત પટેલે આ ગતિવિધિ અંગે જણાવ્યું હતું કે આ સંબંધ 505 (બી) (2) પોર્ટફોલિયોમાં ઝાયડસના વ્યૂહાત્મક રોકાણોનું એક મજબૂત પ્રમાણ છે અને તે અમેરિકી બજારમાં અલગ પ્રકારની પ્રોડક્ટ્સના અમારા પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવાનો માર્ગ મોકળો કરશે.છેલ્લા એક દાયકામાં ડાયાબિટીસ જેવી મેટાબોલિક અને લાઇફસ્ટાઇલ સ્થિતિઓએ પ્રિસ્ક્રીપ્શન ડ્રગની વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.IQVIA™ (MAT Aug-2023)ના મુજબ DPP-IV ઇન્હિબિટર્સ અને તેના કોમ્બિનેશન્સ માટેનું અમેરિકી બજાર 10 અબજ યુએસ ડોલર જેટલું છે.