દર 2માંથી 1 મહિલાની મૂડીરોકાણ પસંદગી રિયાલ્ટી
- 70 ટકા મહિલાઓ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા ઈચ્છુક
- 50 ટકા મહિલાઓ રેસિડેન્સિયલ પ્રોપર્ટીને પ્રાધાન્ય આપે છે
- 63 ટકા મહિલાઓ રેડી ટુ મુવ પ્રોપર્ટી ખરીદવા માગે છે
- 34 ટકા મહિલાઓ રોકાણ વિકલ્પ તરીકે નવુ ઘર ખરીદે છે
- 52 ટકા મહિલાઓ માલિકીનું ભાડાનું નહીં પોતાનું ઘર ઇચ્છે છે
આર્થિક રીતે પગભર પ્રત્યેક બેમાંથી એક મહિલા રોકાણ વિકલ્પ તરીકે રિયલ એસ્ટેટની પસંદગી કરે છે. તેમજ પ્રથમ વખત રોકાણ કરતી પ્રત્યેક 1 મહિલા રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માગે છે. પ્રોપટેક નોબ્રોકરના સર્વે અનુસાર, દેશની 70 ટકા મહિલાઓ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રોકાણને પ્રાધાન્ય આપે છે. જ્યારે 69 ટકા મહિલાઓ ગોલ્ડ, એસઆઈપી, સ્ટોક્સ અને લકઝરી ફેશનમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. 94 ટકા મહિલાઓ હાઉસિંગમાં અને 6 ટકા મહિલાઓ કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ માગે છે. 80 ટકા મહિલાઓ એન્ડ યુઝ ખરીદીને પ્રાધાન્ય આપે છે. 73 ટકા મહિલાઓ 40-75 લાખની કિંમતના ઘર 20 ટકા 75-1 કરોડની કિંમતના ઘર, અને 7 ટકા મહિલા 1 કરોડથી વધુની કિંમતની રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ખરીદવા માગે છે. દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નઈ, મુંબઈ અને પુણેની 9000 મહિલાઓ પર સર્વે હાથ ધરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
મહિલાઓને આકર્ષિત કરવા ટિકિટ સાઈઝ ઘટાડી
મહિલા રિટેલ રોકાણકારોને આકર્ષિત કરવા શસ્ત્ર રિયાલ્ટી ડેવલપરે મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ ટિકિટ સાઈઝ રૂ. 25 લાખથી ઘટાડી રૂ. 15 લાખ કરી છે. શસ્ત્રના ઈન્વેસ્ટર બેઝમાં હાલ 25 ટકા મહિલાઓ છે. જે 2025માં વધી 50 ટકા થવાનો આશાવાદ છે. અન્ય બિલ્ડર્સ મહિલાઓ માટે ખાસ ક્રેડિટ લાઈન કાર્ડ અને ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે.