નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્ર ફરી વેગ પકડીને નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં 13.5 ટકાની વૃદ્ધિ કરી છે, જે છેલ્લાં ચાર ત્રિમાસિક ગાળાઓમાં સૌથી વધુ ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને લીડર બનાવવા કામ કરવું અને દેશના ઓફિસ સેટઅપમાં પરિવર્તન પર ચર્ચામાં વધતી વર્કફોર્સ અને મહિલા વ્યવસાયિકોની વધતી સંખ્યાના મુદ્દાને બાકાત ન રાખવો જોઈએ.

51 લાખથી વધારે મહિલાઓ સાથે ભારતના અગ્રણી જોબ્સ અને પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ apna.coએ વર્ષ 2022ના મુખ્ય પ્રવાહોનો અભ્યાસ કર્યો હતો. ગયા વર્ષની સરખામણીમાં apna.co પ્લેટફોર્મ પર મહિલા યુઝર્સની સંખ્યામાં 132 ટકાનો રેકોર્ડ વધારો થયો છે, જેમાંથી મોટા ભાગની મહિલા યુઝર્સ રિમોટ વર્કિંગ જોબ્સ માટે આતુર છે. હકીકતમાં પ્લેટફોર્મના આંકડા મુજબ, વર્ષના છેલ્લાં 8 મહિના દરમિયાન રિમોટ વર્કિંગ જોબ્સ માટે અરજી કરનાર મહિલાઓમાં 2 ગણો વધારો થયો છે. વધારે મહિલાઓ રિમોટ જોબ માટે આતુર છે, કારણ કે અવરજવર માટેનો સમય બચી જાય છે. સામાન્ય રીતે મહિલાઓનો નોંધપાત્ર હિસ્સો કામ કરવા તૈયાર છે, જો તેમને તેમના ઘરે કોઈ કામ મળે તો. આઇએલઓના અહેવાલમાં એવો સંકેત પણ મળ્યો છે કે, 34 ટકા ગ્રામીણ ભારતીય મહિલાઓ અને 28 ટકા શહેરી વિસ્તારોની મહિલાઓ ઘરેથી કામ કરવા તૈયાર છે. apna.co દેશની મહિલા વર્કફોર્સ માટે સૌથી વધુ વિશ્વસનિય પ્લેટફોર્મ છે. ગયા વર્ષની સરખામણીમાં પ્લેટફોર્મે વિવિધ જોબ રોલ્સ માટે મહિલાઓ દ્વારા અરજીઓની સંખ્યામાં રેકોર્ડ 56 ટકાનો વધારો થયો હતો. આ આંકડો આગામી મહિનાઓમાં વધવાની શક્યતા છે, ખાસ કરીને સ્થાનિક રીતે ઉપલબ્ધ વધુ રિમોટ વર્કિંગ જોબની તકો વધવાથી. અત્યારે apna.co 2.5 કરોડ+ યુઝર્સ અને 70થી વધારે શહેરોમાં કામગીરી ધરાવે છે. પ્લેટફોર્મ દેશમાં 3,00,000 એમ્પ્લોયર પાર્ટનર્સ માટે વિશ્વસનિય પાર્ટનર છે, જેથી તેમની ભરતીની જરૂરિયાતો પૂર્ણ થાય.

કયા કયા સેક્ટર્સમાં કામ કરવા તૈયાર મહિલાઓ

ઘરેથી કામ કરવા માટે ટેલીકોલિંગ કે ટેલીસેલ્સ જેવી બીપીઓ જોબ્સ, કમ્પ્યુટર, ડેટા એન્ટ્રી ઓપરેટર, બિઝનેસ ડેવલપમેન્ટ, બેક ઓફિસ, એડમિન્સ, ઓફિસ આસિસ્ટન્ટ જેવી એક્ઝિક્યુટિવ જોબ્સ, ટીચર, ટ્યુટર જેવી શૈક્ષણિક જોબ્સ, એકાઉન્ટ્સ/ફાઇનાન્સ જેવી ફાઇનાન્સ જોબ્સ તથા માર્કેટિંગ સાથે સંબંધિત જોબ્સ સામેલ છે.

મેટ્રો સિટીની મહિલાઓમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં વધારો

દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગાલુરુ અને કોલકાતા જેવા મેટ્રો સિટીની સાથે હૈદરાબાદ, પૂણે, લખનૌ, પટણા અને જયપુર જેવા શહેરોમાં પણ વર્ક-ફ્રોમ-હોમ (WFH) લોકપ્રિય છે. આ શહેરોમાંથી વર્ક ફ્રોમ હોમ જોબ્સ માટે મહત્તમ અરજીઓ પણ મળી છે. ચાલુ વર્ષે apna.co પર રિમોટ વર્કિંગ ઉમેદવારો માટે આતુર કંપનીઓમાં પણ વધારો થયો હતો. અમદાવાદ, ચંદીગઢ અને લખનૌ જેવા શહેરોમાં ચાલુ વર્ષે WFH જોબ્સની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો હતો, જે ભારતમાં રિમોટ વર્ક કેવી રીતે વધી રહ્યું છે એ સ્પષ્ટપણે દર્શાવે છે.

બિનપરંપરાગત જોબ્સ માટે પણ મહિલાઓ સજ્જ

વર્ક ફ્રોમ હોમની સાથે સાથે ડિલિવરી પાર્ટનર્સ, ડ્રાઇવર્સ, એરક્રાફ્ટ રિપેર અને બેકેન્ડ એન્જિનીયર્સ જેવી બિનપરંપરાગત જોબ્સમાં પણ મહિલા અરજદારોમાં વધારો થયો છે.- માનસ સિંહ, apna.coના ચીફ બિઝનેસ ઓફિસર