આગામી સપ્તાહે 4 IPO યોજાશે, ગ્રે માર્કેટમાં પ્રિમિયમ શરૂ
નવી દિલ્હી: આગામી સપ્તાહે ચારથી પાંચ આઈપીઓ યોજાવાની વકી છે. જેમાં સુલા વાઇનયાર્ડ્સ અને Abans Holdingsએ આઈપીઓ તારીખ જાહેર કરી છે. બંનેનો આઈપીઓ સોમવારે ખૂલશે. સુલા વાઈનયાર્ડ્સ આઈપીઓ દ્વારા રૂ. 960.35 કરોડ એકત્ર કરી શકે છે. અગાઉ, કંપનીની ઈશ્યૂ સાઈઝ રૂ. 1,200-1,400 કરોડ હતી, જે ઘટાડવામાં આવી છે.
સુલા વાઈનયાર્ડ્સનો આઈપીઓ ઈશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ રહેશે. જેમાં કંપનીના પ્રમોટર્સ અને શેર હોલ્ડર્સ આશરે 2.56 કરોડ ઈક્વિટી શેર્સ ઓફર કરશે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, CLSA ઇન્ડિયા અને IIFL સિક્યોરિટીઝને કંપનીના બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેફીન ટેક્નોલોજીસને ઈશ્યુના રજીસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Abans Holdingsનો આઈપીઓઃ Abans Holdings આઈપીઓ હેઠળ 1.28 કરોડ ઈક્વિટી શેર્સ વેચી ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જે 12થી 15 ડિસેમ્બર સુધી યોજાશે. 38 લાખ ઈક્વિટી શેર્સ ફ્રેશ ઈશ્યૂ મારફત અને ઓફર ફોર સેલ દ્વારા 90 લાખ ઈક્વિટી શેર્સ વેચશે. ઈશ્યૂ પ્રાઈઝ અને ઈશ્યૂ સાઈઝ હાલ જાહેર કરવામાં આવી નથી.
ગ્રે માર્કેટમાં પ્રિમિયમ શરૂ
સુલા વાઈનયાર્ડ્સનું ગ્રે પ્રિમિયમ રૂ. 40, અબાન્સ હોલ્ડિંગ્સનું ગ્રે પ્રિમિયમ રૂ. 20 બોલાઈ રહ્યું છે. લેન્ડમાર્કમાં ગ્રે પ્રિમિયમ માટે હજી ખાતુ ખુલ્યુ નથી. યુનિપાર્ટ્સ ઈન્ડિયા રૂ.60 ગ્રે પ્રિમિયમ બોલાઈ રહ્યું છે. જે 12 ડિસેમ્બરે લિસ્ટેડ થશે.
ટૂંકસમયમાં યોજનારા આઈપીઓની યાદી
આઈપીઓ | ઈશ્યૂ સાઈઝ | પ્રાઈસ બેન્ડ | તારીખ |
Abans Holdings | 345.60 કરોડ | 256-270 | 12થી 15 ડિસેમ્બર |
Sula Vineyards | 960.35 કરોડ | 340-357 | 12થી 14 ડિસેમ્બર |
Landmark Cars | 552 કરોડ | 481-506 | 13-15 ડિસેમ્બર |
Elin Electrinics | 760 કરોડ (અંદાજિત) | – | – |
Sah Polymers | – | – | – |