સાઇનપોસ્ટની નાણા વર્ષ- 23ની આવક રૂ.327 કરોડ, નફો રૂ.30.42 કરોડ

કોલકાતા/મુંબઈ, 30 મે: પ્રેસમેન એડવર્ટાઈઝીંગ લિ.એ 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે  રૂ.1632.90 લાખ (રૂ.1636.76 લાખ)ની કુલ આવક નોંધાવી છે. વર્ષ માટે કરવેરા પહેલાંનો નફો રૂ.574.71 લાખ (રૂ.539.58 લાખ) છે જ્યારે વર્ષ માટે કરવેરા પછીનો નફો રૂ.444.69 લાખ (રૂ.450.75 લાખ) નોંધાયો છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 2ના ઇક્વિટી શૅર દીઠ 50% (એટલે ​​કે રૂ.1) ના ડિવિડન્ડની ભલામણ કરી છે.

સાઈનપોસ્ટ ઈન્ડિયા લિ.એ 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે  રૂ.326.67 કરોડ (રૂ.168.89 કરોડ)ની કુલ આવક નોંધાવી છે. વર્ષ માટે સાઈનપોસ્ટનો કરવેરા પહેલાંનો નફો રૂ.43.75 કરોડ (રૂ.10.14 કરોડ) થયો છે જ્યારે વર્ષ માટે કરવેરા પછીનો નફો રૂ.30.42 કરોડ (રૂ.8.03 કરોડ) નોંધાયો છે.

પ્રેસમેન એડવર્ટાઇઝિંગ લિ. (પ્રેસમેન) અને સાઇનપોસ્ટ ઇન્ડિયા લિ. (સાઇનપોસ્ટ)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અગાઉ 24 જૂન, 2022 ના રોજ પ્રેસમેન સાઈનપોસ્ટ સાથે મર્જ થશે એવી સ્કીમ ઓફ એરેન્જમેન્ટને મંજૂરી આપી હતી.  એનસીએલટી, કોલકાતા બેન્ચના આદેશ મુજબ 25 મે, 2023ના રોજ બોલાવવામાં આવેલી મીટિંગમાં પ્રેસમેનના ઇક્વિટી શૅરધારકોએ પ્રેસમેન અને સાઇનપોસ્ટ વચ્ચેની સ્કીમ ઓફ એરેન્જમેન્ટને મંજૂરી આપી છે. પ્રેસમેન હવે જરૂરી આદેશો માટે  એનસીએલટી, કોલકાતા બેંચમાં અરજી દાખલ કરશે.

સાઈનપોસ્ટે  એનસીએલટી, મુંબઈ બેંચમાં અરજી દાખલ કરી છે અને તેના માટેની સુનાવણીની તારીખ 15 જૂન, 2023 નક્કી કરવામાં આવી છે. એનસીએલટી, મુંબઈ બેંચ અને  એનસીએલટી, કોલકાતા બેંચ તરફથી મંજૂરી મળ્યા પછી પ્રેસમેન અને સાઈનપોસ્ટ આદેશોનું પાલન કરવા માટે જરૂરી પગલાં લેશે. વધુમાં, આવી વૈધાનિક અને જરૂરી અન્ય મંજૂરીઓને આધીન, મર્જર અસરકારક બનશે.

સ્કીમ મુજબ નિયત તારીખ 1 એપ્રિલ 2022 હોવાથી, નાણાકીય વર્ષ 2022-2023 માટે મર્જ કરેલ નાણાકીય પરિણામો  મર્જ થયેલી એન્ટિટીના શેરધારકોને તેમની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.

સ્કીમ ઓફ એરેન્જમેન્ટ હેઠળ, પ્રેસમેનના શેરધારકોને રૂ. 2ની મૂળ કિંમતના પ્રેસમેનના પ્રત્યેક શૅરના બદલામાં રૂ. 2ની મૂળ કિંમતનો સાઇનપોસ્ટનો એક શૅર પ્રાપ્ત થશે. યોજના મુજબ, મર્જ થયેલી એન્ટિટીની ઇક્વિટી શૅર મૂડી રૂ.10.69 કરોડની થશે.

મર્જર પછી, પ્રેસમેનના પ્રમોટર્સ સાઈનપોસ્ટના હાલના પ્રમોટરો સાથે મર્જ થયેલી એન્ટિટીમાં સહ-પ્રમોટર્સ બનશે. આ મજર્ર ભારતની બે જાણીતી બ્રાન્ડને એકસાથે લાવશે અને બેજોડ સર્વિસીસનો ભંડાર પૂરો પાડશે.