અમદાવાદ, 5 એપ્રિલઃ

ઈંડેજીન લિમિટેડે 36 એન્કર ઈન્વેસ્ટર્સને 1,21,41,102 ઈક્વિટી શેરની ફાળવણી કરી છે અને કંપનીના સૂચિત પ્રારંભિક જાહેર ભરણા (IPO) અગાઉ શેરદીઠ રૂપિયા 2ની મૂળ કિંમત સાથે ઈક્વિટી શેર દીઠ રૂપિયા 452ની અપર પ્રાઈઝ બેન્ડ (ઈક્વિટી શેર દીઠ રૂપિયા 452 પ્રીમિયમ સહિત) થી રૂપિયા 548.77 કરોડનું મૂડી ભંડોળ એકત્રિત કર્યું છે.

એન્કર બુકમાં વિવિધ પ્રકારના મુખ્ય રોકાણકારોની ભાગીદારી જોવા મળી છે, તેમાં વિશ્વા સૌથી મોટા ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ પૈકીની એક કેપિટલ ગ્રુપ, ફિડેલિટી ઈન્વેસ્ટમેન્ટ્સ, ફિડેલિટી ઈન્વેસ્ટમેન્ટ્સ, લૂમિસ સેલ્સ એન્ડ કંપની, જ્યુપીટર એસેટ મેનેજમેન્ટ, અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રૃડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ, પ્રેમજી ઈન્વેસ્ટ, કસ્ટડી બેંક ઓફ જાપાન, વ્હાઈટઓક કેપિટલ મેનેજમેન્ટ, યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, બંધન મ્યુચ્યુઅલ ફંડ, ઈન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ, એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ, બરોડા બીએનપી પારિબાસ, આદિત્ય બિરલા સન લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, બજાજ આલિયાંઝ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ભારતી એક્સા લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ઈસ્ટ બ્રિઝ કેપિટલ માસ્ટર ફંડ લિમિટેડ, કોટક ફંડ્સ અને કેપ્થોલ મોરિશસ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનો સમાવેશ થાય છે.

એન્કર ઈન્વેસ્ટર્સને 12,141,102 ઈક્વિટી શેરની કુલ ફાળવણી પૈકી 48,05,156 ઈક્વિટી શેર (એટલે કે એન્કર ઈન્વેસ્ટર્સને કુલ ફાળવણીના 39.58 ટકા) કુલ 18 સ્કીમ મારફતે 10 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોને ફાળવણી કરવામાં આવી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)