ગાંધીનગર: રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન ઈન્ડસ્ટ્રીના સોલ્યુશન્સ અંગેના દક્ષિણ એશિયાના સૌથી મોટા પ્રદર્શન અને કોન્ફરન્સ રેફકોલ્ડ ઈન્ડીયાની પાંચમી એડિશનનો ગુરૂવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે.

રેફકોલ્ડ ઇન્ડિયાના આયોજકો વિશે

રેફકોલ્ડ ઈન્ડીયાનું આયોજન ઈન્ડીયન સોસાયટી ઓફ હીટીંગ, રેફ્રિજરેશન એન્ડ એરકન્ડીશનીંગ એન્જીનિયર્સે (ISHRAE) કર્યું છે, જે ભારતમાં 46થી વધુ ચેપ્ટર અને અંદાજે 30 હજાર પ્રોફેશનલ્સ સભ્યો ધરાવે છે અને તેણે નેપાળ, શ્રીલંકા, કેન્યા તથા અબુધાબીમાં ઈન્ટરનેશનલ ચેપ્ટર્સ શરૂ કર્યા છે. રેફકોલ્ડ ઈન્ડીયામાં રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઈન ઉદ્યોગના તમામ વર્ગોને જોડાયા છે અને તે ઈન્ડસ્ટ્રિયલ રેફ્રીજરેશનની સાથે સાથે કોલ્ડચેઈન અને રિફર ટ્રાન્સપોર્ટેશનને આવરી લેતું એક માત્ર પ્રદર્શન છે. 8200 કોલ્ડ સ્ટોરેજ અને 36 મિલિયન ટનની ક્ષમતા સાથે ભારત દુનિયામાં સૌથી મોટી કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે, પરંતુ હાલની માળખાકીય સુવિધાઓ અપૂરતી છે.

ભારતમાં 92000 કરોડની કિંમતના 6.9 કરોડ ટન અનાજનો બગાડ

ISHRAEના નેશનલ પ્રેસિડેન્ટ એન. એસ. ચંદ્રશેખર જણાવે છે કે એક અંદાજ મુજબ ભારતમાં રૂ.92,000 કરોડનો 69 મિલિયન ટન જેટલા અનાજનો બગાડ થઈ રહ્યો છે. કોલ્ડચેઈન ઈન્ડસ્ટ્રી આ બગાડ અટકાવવામાં અને અન્ન સુરક્ષામાં મહત્વનું યોગદાન આપી શકે તેમ છે. રેફકોલ્ડ ઈન્ડીયાના ચેરમેન પંકજ ધારકર જણાવે છે કે ગ્લોબલ કોલ્ડચેઈન માર્કેટ વર્ષ 2020માં 4.4 અબજ ડોલરનું હતું તે વૃધ્ધિ પામીને વર્ષ 2028 સુધીમાં 15.8 ટકાના એકંદર સરેરાશ વૃધ્ધિ દરથી આગળ ધપી રહ્યું છે. ભારતનું કોલ્ડચેઈન બજાર વર્ષ 2022માં રૂ.1.28 લાખ કરોડનું છે  તે 14.3 ટકાના એકંદર સરેરાશ વૃધ્ધિ દર સાથે વર્ષ 2027 સુધીમાં રૂ.2.86 લાખ કરોડથી વધુ થવાની ગણતરી છે.

NCCDના સી.ઓ.ઓ. આશિષ ફોતેદાર જણાવે છે કે “ભારતમાં કોલ્ડચેઈન સેક્ટરની વૃધ્ધિને વેગ આપીને લાસ્ટ માઈલ કનેક્ટિવીટી હાંસલ કરવા માટે યોગ્ય દિશામાં આગળ ધપવાની જરૂર છે.

GCMMFના એમડી આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે અમૂલ અને ડેરી ઉદ્યોગના અસ્તિત્વ અને વૃધ્ધિમાં રેફ્રીજરેશન અને કોલ્ડચેઈન સોલ્યુશન્સનું મહત્વનું પ્રદાન છે.

પ્રદર્શનમાં કોણ કોણ લેશે ભાગ

  • માત્ર ભારત જ નહીં, પણ ઈટાલી, અમેરિકા, ડેનમાર્ક, જર્મની અને અન્ય દેશોના 120 કરતાં વધુ એક્ઝિબીટર્સ સામેલ થઈ રહ્યા છે. ફૂડ મેન્યુફેક્ચરીંગ અને સપ્લાય, ડેરી, ફ્રોઝન અને ચીલ્ડ ફૂડ, હોલસેલ ડિસ્ટ્રીબ્યુશન તથા રિટેઈલ, રિફર ટ્રાન્સપોર્ટેશન, ફાર્મા અને હેલ્થકેર પોર્ટસ, શિપીંગ કંપનીઓ અને અન્ય ક્ષેત્રો પણ રેફકોલ્ડ ઈન્ડીયાની મુલાકાત લેશે.