SMB અને MSME દ્વારા 70 ટકા રોજગાર સર્જનઃ apna.coનું વિશ્લેષણ

બેંગાલુરુ: છેલ્લાં ત્રણ મહિનામાં સમગ્ર ભારતમાં કંપનીઓએ રોજગારની વિવિધ ભૂમિકા માટે તેમની ભરતીમાં વધારો કર્યો છે. તેના પરિણામે ભારતના અગ્રણી જોબ અને પ્રોફેશ્નલ નેટવર્કિંગ પ્લેટફોર્મ apna.coએ આ ક્વાર્ટરમાં તેના પ્લેટફોર્મ સાથે જોડાતા SMBમાં વર્ષ 2021ના સમાન સમયગાળાની તુલનામાં આશરે 13 ટકાનો વધારો નોંધ્યો છે. હકીકતમાં SME અને MSMEએ આ સિઝનમાં પ્લેટફોર્મ ઉપર હાયપરલોકલ જોબમાં 70 ટકાથી વધુ યોગદાન આપ્યું છે. apna.coએ મેન્યુફેક્ચરિંગ, રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, એવિએશન, બ્યુટી અને વેલનેસમાં કર્મચારીઓની ભરતીમાં વધારો અનુભવ્યો છે. અપના દ્વારા શેર કરાયેલા રિપોર્ટ મૂજબ દેશભરમાં કંપનીઓ દ્વારા ટેલીકોલર્સ, બીપીઓ એક્ઝિક્યુટિવ્સ, કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર્સ, બેક ઓફિસ સ્ટાફ, ડિલિવરી પાર્ટનર્સ, સેલ્સ એક્ઝિક્યુટિવ્સ, એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ્સ વગેરે જેવી ભૂમિકા માટે ભરતી થઇ રહી છે.
છેલ્લાં ત્રણ મહિનામાં અપના ઉપર રજીસ્ટર્ડ થનારા મોટાભાગના નવા એમ્પલોયર્સ દિલ્હી-એનસીઆર, બેંગાલુરુ, મુંબઇ, પૂના, કોલકત્તા, હૈદરાબાદ અને અમદાવાદના હતાં. પ્લેટફોર્મ ઉપર નવા જોડાનારા એમ્પલોયર્સમાં 32 ટકા ભુવનેશ્વર, વડોદરા અને કટક જેવાં ટિયર 2 શહેરના છે. ઉત્તર ભારતના એમ્પલોયર્સ ટેલીકોલર્સ, ફિલ્ડ સેલ્સ, ડિલિવરી અને ફાઇનાન્સ જેવી ભૂમિકા માટે કર્મચારીઓ શોધી રહ્યાં છે, જ્યારેકે દક્ષિણ અને પૂર્વ ભારતમાં બિઝનેસ ડેવલપમેન્ટ, કૂક, માર્કેટિંગ, રિટેઇલ-કાઉન્ટર સેલ્સ જેવી ભૂમિકા માટે ભરતી થઇ રહી છે.
8 ટકાથી વધુ એમ્પ્લોયર્સે કાયમી વર્ક ફ્રોમ હોમ વિકલ્પ આપ્યો
મહામારી બાદના ટ્રેન્ડમાં છેલ્લાં ક્વાર્ટરમાં 8 ટકાથી વધુ એમ્પલોયર્સે પસંદગીની રોજગાર ભૂમિકાઓ માટે કાયમી વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ આપ્યો છે. ઘણાં એમ્પલોયર્સે હાઇબ્રિડ વર્ક સેટઅપમાં ઘરે અથવા ઓફિસથી કામ કરવાની ફ્લેક્સિબિલિટી પણ ઓફર કરી છે. ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ અનુસાર વર્કફોર્સ વર્ષ 2019-20ના 68 લાખથી વધીને વર્ષ 2029-30 સુધીમાં આશરે 2.35 કરોડ થવાની શક્યતા છે.
apna.coના 3,00,000થી વધુ સંસ્થાઓના વિશ્વસનીય ભાગીદાર
apna.coના ચીફ બિઝનેસ ઓફિસર માનસ સિંઘે આ વૃદ્ધિ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “ભારતીય રોજગાર માર્કેટ માગ-પુરવઠા વચ્ચેની ખાઇ ભરવા ઉપર કામ કરી રહ્યું છે, જેના પરિણામે ભરતીમાં વધારો થઇ રહ્યો છે. અમે ઝોમાટો, બાયજૂસ, સ્વિગી, ટીમલીઝ, સ્પીડર, ટેકપિલ્લર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ વગેરે જેવાં 3,00,000થી વધુ સંસ્થાઓના વિશ્વસનીય ભાગીદાર છીએ.”
રોજગાર ઇચ્છુક લોકોના સંદર્ભમાં છેલ્લાં બે ક્વાર્ટરમાં જ વિવિધ ભૂમિકા માટે 29 મિલિયન એપ્લીકેશન પ્રાપ્ત થઇ છે, તેમ અપના દ્વારા શેર કરાયેલા ડેટમાં જણાયું છે. મહત્તમ એપ્લીકેશન દિલ્હી-એનસીઆર, મુંબઇ, બેંગાલુરુ, હૈદરાબાદ, કોલકત્તા, પૂના, લખનઉ અને જયપુરમાંથી પ્રાપ્ત થઇ હતી.
અપના યુઝર્સને 11 ભાષાઓમાં સેવાઓ પૂરી પાડીને સરળ સમજણ, જોડાણ અને સુવિધા પ્રદાન કરે છે. ગત ક્વાર્ટરમાં મોટાભાગના યુઝર્સે અંગ્રેજી ભાષાને પ્રધાન્ય આપ્યું હતું ત્યારે 17 ટકા યુઝર્સે કમ્યુનિકેશન માટે હિન્દી તથા ત્યારબાદ તેલુગુ, તમિળ, બંગાળી, મરાઠી અને ગુજરાતીને પ્રધાન્ય આપ્યું હતું. apna.co ઝડપી વૃદ્ધિ સાધી રહ્યું છે અને હવે તે ભારતના 74થી વધુ શહેરોમાં ઉપસ્થિતિ ધરાવે છે, જેના ઉપર 25 મિલિયનથી વધુ યુઝર્સ અને 3,00,000થી વધુ એમ્પલોયર પાર્ટનર્સ જોડાયેલા છે.
