નવી દિલ્હી,  11 સપ્ટેમ્બર: નાણાકીય તૈયારી અંગે ભારતીયોની ધારણા પર અનેક પ્રકારનાં ભ્રમ અસર કરતા હોય છે અને તેને કારણે તેઓ જીવનની અનિશ્ચિતતામાં પૂરતા નાણાકીય રક્ષણની જોગવાઈ કરી શકતા નથી. 68 ટકા ગ્રાહકો માને છે કે તેઓ પૂરતો વીમો નથી ધરાવતા, જ્યારે વીમો ધરાવતા માત્ર છ ટકા ધારકો પાસે જ પૂરતું વીમા કવરેજ છે.

જો કે હજુ પણ આશાનું કારણ છે કારણ કે વીમો નહીં ધરાવતા 71 ટકા ઉત્તરદાતાઓ માને છે કે નાણાકીય પ્રતિરક્ષા હાંસલ કરવા માટે વીમો એ સંપૂર્ણ જરૂરિયાત છે. આ ઉપરાંત, વીમો ધરાવતા 83 ટકા લોકો નાણાકીય લવચીકતને હાંસલ કરવામાં વીમાની જટિલતાને સ્વીકારે છે એમ એસબીઆઇ લાઇફના ફાઇનાન્સિયલ ઇમ્યુનિટી સ્ટડી 3.0 દર્શાવે છે. દેશની સૌથી વિશ્વાસપાત્ર પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સે તેનાં સંપૂર્ણ ગ્રાહકલક્ષી અભ્યાસ- ફાઇનાન્સિયલ ઇમ્યુનિટી સ્ટડી (F.I.) 3.0’ ની ત્રીજી આવૃત્તિ ડિમિસ્ટીફાઇંગ ધ કન્ઝ્યુમર ઇલ્યુઝન્સ ની જાહેરાત કરી હતી.

એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ મહેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે, ડેલોઇટનાં સહયોગમાં હાથ ધરવામાં આવેલા ફાઇનાન્સિયલ ઇમ્યુનિટી સ્ટડી 3.0 દ્વારા અમે ભારતીય ગ્રાહકોને નાણાકીય તૈયારી સમજવામાં મદદ કરીને તેમનાં ભ્રમ દૂર કરીને તેમને ચિંતામુક્ત કરવાની દિશામાં અર્થપૂર્ણ પગલાં ભરી રહ્યા છીએ. અમારો હેતુ વ્યક્તિઓને જ્ઞાન, સાધનો અને ઉપાયો દ્વારા સશક્ત કરવાનો છે, જે તેમનો નાણાકીય પાયો નક્કર કરશે અને આ અનિશ્ચિત વિશ્વમાં તેમને મનની શાંતિ સુનિશ્ચિત કરશે.

ચિંતાનું કારણ છે કે 80 ટકા ગ્રાહકો નાણાકીય સલામતીમાં વીમાની મહત્વની ભૂમિક હોવાનું સ્વીકારે છે, તેમ છતાં 94 ટકા લોકો અપૂરતું વીમા કવરેજ ધરાવે છે.

ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર, કન્સલ્ટિંગ સૌમ્યા દ્વિબેદીએ જણાવ્યું હતું કે, અભ્યાસનાં તારણોનું ઊડું આકલન લોકોનાં મનમાં એ ઠસાવવાની જરૂર પર ભાર મૂકે છે કે લાઇફ અને હેલ્થ કવરેજ લેવાથી ગ્રાહકો કઈ રીતે નાણાકીય રીતે સશક્ત બની શકે છે. તે એ હકીકત પર ભાર મૂકે છે કે વીમો એ માત્ર નાણાકીય સાધન નથી પણ દેશનાં ખૂણે ખૂણે રહેતાં કરોડો લોકોની અપેક્ષાઓ અને સપનાને સાકાર કરવાનું શક્તિશાળી માધ્યમ છે.

વધુમાં, અહેવાલમાં ગ્રાહકનાં મનમાં રહેલા પાંચ ભ્રમ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેને કારણે નાણાકીય તૈયારી પર અસર પડી છે. આ ધારણાઓ બદલવાથી ભવિષ્યમાં નાણાકીય પ્રતિરક્ષાનાં માર્ગને આપણે પ્રજ્વલિત કરી શકીશુઃ

ભ્રમ 1: “માત્ર ઇન્શ્યોરન્સ પોલિસી હોવાથી પૂરતાં રક્ષણની ગેરન્ટી મળે છે.

68% ગ્રાહકો પૂરતું વીમા કવરેજ હોવાનાં ભ્રમમાં જીવી રહ્યા છે પરંતુ હકીકત એ છે કે આમાંથી માત્ર 6% ગ્રાહકો જ તેમની વર્તમાન વીમા પોલિસી હેઠળ પૂરતા પ્રમાણમાં વીમો ધરાવે છે.

વાસ્તવમાં, 94 ટકા ગ્રાહકો ઓછો વીમો ધરાવે છે અથવા બિલકુલ વીમો નથી ધરાવતા.

ભ્રમ 2: “ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણથી વીમા કરતા સારી સલામતી મળે છે.

વાસ્તવમાં, 80 ટકા ગ્રાહકો માને છે કે વીમો એ નાણાકીય પ્રતિરક્ષા માટે સંપૂર્ણ જરૂરિયાત છે અને વીમો નહીં ધરાવતા 71 ટકા ગ્રાહકો માને છે કે નાણાકીય પ્રતિરક્ષા હાંસલ કરવામાં વીમો મહત્વનો છે.

ભ્રમ 3: “ભંડોળની અછતના સંજોગોમાં વીમા પોલિસીને ફોરફીટ કરી શકાય છે.

આશરે 50 ટકા ગ્રાહકોએ તેમની પોલિસી પાકતી મુદત પહેલાં સરેન્ડર કરાવવાની વૃત્તિ જાહેર કરી હતી.

વાસ્તવમાં, વીમા પોલિસીઓ જરૂર પડે ત્યારે લોન માટે જામીનગીરી (કોલેટરલ) તરીકે કામ કરી શકે છે.

ભ્રમ 4: “એસેટની માલિકી અને બચત હોવી એ લાઇફ ઇન્શ્યોરન્સનો વિકલ્પ છે.

વાસ્તવમાં, 62 ટકા ગ્રાહકોને ભવિષ્ય માટે પોતાની બચત પર વિશ્વાસ નથી.

ભારતીય પરિવારો ફિક્સ્ડ ડિપોઝીટ અને બચત જેવાં પરંપરાગત સાધનોની તરફેણ કરે છે પણ વીમા પોલિસીની સરખામણીમાં તેનાં લાભ અલગ છે.

ભ્રમ 5: “એમ્પ્લોયરે પૂરું પાડેલું ઇન્શ્યોરન્સ કવર પૂરતું છે.

એમ્પ્લોયરે આપેલો ઇન્શ્યોરન્સ ધરાવતા કર્મચારીઓમાંથી 96 ટકાનો વીમો ઓછો છે.

વાસ્તવમાં, એમ્પ્લોયરે પૂરી પાડેલી ઇન્શ્યોરન્સ પોલિસી વ્યક્તિની વધતી જતી જરૂરિયાતો માટે હંમેશા પૂરતી નથી હોતી.