HCL Techનો નફો 11 ટકા વધ્યો, રૂ. 18 ડિવિડન્ડ જાહેર
અમદાવાદ, 21 એપ્રિલઃ HCL ટેક્નોલોજીએ માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો (Q4 Results)માં 11 ટકા વધી રૂ. 3,983 કરોડ નોંધાયો છે. જે ગત વર્ષે સમાનગાળામાં રૂ. 3,593 કરોડ હતો. કંપનીની આવકો 17.74 ટકા વધી રૂ. 26606 કરોડ નોંધાઈ છે. જે ગતવર્ષે રૂ. 22597 કરોડ હતી. આવક અંદાજ કરતાં ઓછી નોંધાઈ હતી. કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ત્રિમાસિક ધોરણે 1.2 ટકા અને વાર્ષિક ધોરણે 10.5 ટકા વધી હતી. યુએસ ડૉલરની આવક વાર્ષિક ધોરણે 8.1 ટકા વધીને $3,23.5 કરોડ થઈ છે. કંપનીની EBIT રૂ. 4836 કરોડ હતી, જે આવકના 18 ટકા હતી.
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2023-24 માટે શેર દીઠ રૂ. 18ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2023-24નું આ પ્રથમ ડિવિડન્ડ હશે. કંપનીએ વચગાળાના ડિવિડન્ડની ચુકવણી માટે પાત્ર શેરધારકોને નક્કી કરવા માટે 28 એપ્રિલ, 2023ની રેકોર્ડ તારીખ નક્કી કરી છે. એચસીએલ ટેક એક્સ-ડિવિડન્ડ તારીખ અને રેકોર્ડ તારીખ એક જ છે. HCLના શેરે પાંચ વર્ષમાં રોકાણકારોના નાણાં બમણા કર્યા છે. 2018થી અત્યાર સુધીમાં આ શેરમાં 103 ટકાનો વધારો જોવા મળ્યો છે. શેરનો 52-સપ્તાહની ટોચ રૂ. 1156.65 છે જ્યારે બોટમ રૂ. 877.35 છે.