દેશના સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ નાણાકીય વર્ષ 2021-22 ના ચોથા ત્રિમાસિક માર્ચ ત્રિમાસિકમાં નફો આગલાં વર્ષના તેટલાંજ ગાળાના રૂ. 6450 કરોડથી 41 ટકા વધી રૂ. 9113.5 કરોડ નોંધાવ્યો છે.

આવકો 15.3 ટકા વધીને 31198 કરોડ (રૂ. 27067 કરોડ નોંધાવી છે. SBIના બોર્ડે 31 માર્ચ 2022ના રોજ પૂર્ણ થયેલા વર્ષ માટે શેરદીઠ રૂ. 7.10 ડિવિડન્ડ જાહેર કર્યું છે. પ્રોવિઝનિંગ 6974 કરોડ રૂપિયાથી વધીને 7237 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે, વાર્ષિક ધોરણે લોન ગ્રોથ 11 ટકા અને ત્રિમાસિક ધોરણે 6 ટકા નોંધાયો છે.

માર્ચ ત્રિમાસિકમાં SBIની નેટ NPA 1.34 ટકાથી ઘટીને 1.02 ટકા જ્યારે, ગ્રૉસ NPA 4.50 ટકાથી ઘટીને 3.97 ટકા પર રહી છે. બેન્કની નેટ NPA રૂ. 34540 કરોડથી ઘટીને રૂ. 27966 કરોડ  થઇ છે. જ્યારે, ગ્રૉસ NPA રૂ. 1.20 લાખ કરોડથી ઘટીને રૂ. 1.12 લાખ કરોડ રહી છે.

બેન્કની ત્રિમાસિક અને વાર્ષિક કામગીરી એક નજરે

In Rs CroresQ4FY21Q3FY22Q4FY22YoY %QoQ %FY21FY22YoY %
P&L
Interest Income65,10269,67870,7338.651.512,65,1512,75,4573.89
Interest Expense38,03538,99139,5353.951.401,54,4411,54,7500.20
Net Interest Income27,06730,68731,19815.261.661,10,7101,20,7089.03
NIM, % (Domestic)3.113.403.4029 bps0 bps3.263.3610 bps
Operating Profit19,70018,52219,7170.086.4571,55475,2925.22
Loan loss provisions9,9143,0963,262-67.105.3527,24414,087-48.29
Exceptional Items*      7,418 
Profit after tax6,4518,4329,11441.288.0820,41031,67655.19

*Provisions on account of change in family pension rules

તાતા મોટર્સની ખોટ ઘટી 992 કરોડ થઈ

તાતા મોટર્સની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ ગતવર્ષે માર્ચ ત્રિમાસિકમાં રૂ. 7585.34 કરોડ સામે ઘટી આ વર્ષે માર્ચ ત્રિમાસિકમાં રૂ. 992.05 કરોડ નોંધાઈ છે. જો કે, કુલ આવકો ઘટી રૂ. 78439.06 કરોડ (રૂ. 88627.90 કરોડ) રહી છે.

એલએન્ડટીનો નફો 10 ટકા વધ્યો

લાર્સન એન્ડ ટર્બો (એલએન્ટી)નો માર્ચ ત્રિમાસિક ચોખ્ખો નફો 9.9 ટકા વધી રૂ. 3620.69 કરોડ થયો છે. જે ગતવર્ષે રૂ. 3292.81 કરોડ હતો. કોન્સોલિડેટેડ આવકો વધી રૂ. 53366.26 કરોડ (રૂ. 49116.16 કરોડ) થઈ છે. કંપની બોર્ડે શેરદીઠ રૂ. 22 પેટે અંતિમ ડિવિડન્ડ જારી કર્યુ છે.

એપોલો ટાયર્સનું રૂ. 3.25 ડિવિડન્ડ

એપોલો ટાયર્સનો ચોખ્ખો નફો અઢી ગણો વધી રૂ. 113.45 કરોડ (રૂ. 287.26 કરોડ) થયો છે. કુલ આવકો પણ વધી રૂ. 5615.49 કરોડ (રૂ. 5087.57 કરોડ) નોંધાવા સાથે કંપની બોર્ડે શેરદીઠ રૂ. 3.25 અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યુ છે.

આરબીએલનો નફો બમણો થયો

આરબીએલ બેન્કનો ત્રિમાસિક ચોખ્ખો નફો બમણો રૂ. 164.77 કરોડ થયો છે. નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ 25 ટકા વધી 1131 કરોડ થી છે. ગ્રોસ એનપીએ ઘટી 4.40 ટકા થઈ છે.

એવ્રો ઈન્ડિયાના ચોખ્ખા નફામાં 73 ટકા વૃદ્ધિ

પ્લાસ્ટિક મોલ્ડેડ ફર્નિચર ઉત્પાદનોના અગ્રણી ઉત્પાદકોમાંની એક એવ્રો ઈન્ડિયા લિમિટેડએ નાણાકિય વર્ષમાં ચોખ્ખા નફામાં 73 ટકાની વૃદ્ધી સાથે 2.99 કરોડ રહ્યો છે. જ્યારે કુલ આવકો 22 ટકા વધી 65.20 કરોડની સપાટીએ પહોંચી છે. માર્ચ ત્રિમાસિક ગાળામાં નફો 1442 ટકા અને આવકો 31 ટકા વધી છે.

સાર્થક મેટલ્સની આ‌વકો 129 ટકા વધી

સાર્થક મેટલ્સ લિમિટેડે પૂરા થયેલા વર્ષ માટે 129%ની મજબૂત વૃદ્ધિ સાથે, 147.2 કરોડની તેની અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક આવક નોંધાવી EBITDA માર્જિન 7.5% થી વધીને 8.7% થઈ ગયું છે.

બંધન બેન્કનો નફો રૂ. 1902 કરોડ થયો

બંધન બેન્કનો ત્રિમાસિક ચોખ્ખો નફો અનેકગણો વધી રૂ. 1902.30 કરોડ (રૂ. 103 કરોડ) થયો છે. કુલ આવકો 43 ટકા વધી રૂ. 3504.2 કરોડ (રૂ. 2457.4 કરોડ) થઈ છે. નેટ એનપીએ 3.51 ટકાથી ઘટી 1.66 ટકા થઈ છે.

યુનિયન બેન્કનો નફો 23 ટકા વધ્યો

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાનો નફો 22.68 ટકા વધી રૂ. 1557.09 કરોડ થયો છે. જે ગતવર્ષે રૂ. 627 કરોડ હતો. આવકો 25.29 ટકા વૃદ્ધિ સાથે રૂ. 6769 કરોડ નોંધાઈ છે. બેન્કે ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સમાંથી હિસ્સો વેચી રૂ. 627 કરોડ એકત્ર કર્યા હતાં. ગ્રોસ એનપીએ 11.11 ટકા (13.74 ટકા) જ્યારે ક્રેડિટ ગ્રોથ 10-12 ટકા છે.
યુકો બેન્કનો નફો વધી 3 ગણો રૂ. 312.18 કરોડ

યુકો બેન્કનો ચોખ્ખો નફો ત્રણ ગણો વધી રૂ. 312.18 કરોડ (રૂ. 80 કરોડ) નોંધાયો છે. જો કે, કુલ આવકો નજીવી ઘટી રૂ. 4362 કરોડ (રૂ. 4637 કરોડ) થઈ છે. વાર્ષિક નફો પાંચ ગણાથી વધી રૂ. 930 કરોડ (રૂ. 167 કરોડ) અને કુલ આવકો રૂ. 18082 કરોડ (રૂ. 17870 કરોડ) રહી છે. નેટ એનપીએ ઘટી 2.70 ટકા છે.

BOBનો નફો 9 ગણો વધી રૂ. 7272 કરોડ, રૂ. 1.20 ડિવિડન્ડ

બેન્ક ઓફ બરોડાનો વાર્ષિક નફો 2020-21માં રૂ. 829 કરોડ સામે નવ ગણો વધી 2021-22માં રૂ. 7272 કરોડ થયો છે. આવકો 13 ટકા વધી રૂ. 32621 કરોડ (રૂ. 28809 કરોડ) થઈ છે. ત્રિમાસિક ધોરણે બેન્કની રૂ. 1047 કરોડની ખોટ રૂ. 1779 કરોડના નફામાં પરિણમી છે. શેરદીઠ રૂ. 1.20 ડિવિડન્ડ જારી કર્યુ છે.

અનુપમ રસાયણનો નફો 108 ટકા વધ્યો, વેચાણો 17 ટકા વધ્યા

અનુપમ રસાયણ ઇન્ડિયાનો ચોખ્ખો નફો માર્ચ 2022માં સમાપ્ત થયેલાં ત્રિમાસિકગાળા માટે 108.22 ટકા વધીને રૂ. 46.10 કરોડ થયો છે, જે માર્ચ, 2021 ત્રિમાસિકગાળામાં રૂ. 22.14 કરોડ હતો. આ સમયગાળામાં વેચાણ 16.77 ટકા વધીને રૂ. 317.24 કરોડ થયું છે, જે માર્ચ, 2021ના રોજ સમાપ્ત થયેલાં ત્રિમાસિકગાળા માટે રૂ. 271.67 કરોડ હતો.

પૂનાવાલા ફિનકોર્પનો વાર્ષિક નફો રૂ.375 કરોડ

પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડએ નાણાકીય વર્ષ 2021-22માં કુલ રૂ. 375.4 કરોડનો ચોખ્ખો નફો અને 31 માર્ચ, 2022ના રોજ પૂર્ણ થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 118.9 કરોડનો નફો કર્યો છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં રૂ. 559 કરોડની અને નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 647.7 કરોડની ખોટ કરી હતી.

કોટ્યાર્ક ઇન્ડસ્ટ્રીઝે રૂ.2નું ડિવિડન્ડ જાહેર કર્યું

કોટયાર્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 159 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 3470.91 કરોડની આવક નોંધાવી છે. EBITDA માર્જિન 10.7% હતું. ઓપરેશન્સમાંથી આવક 156.05 કરોડની સર્વોચ્ચ સપાટીએ હતી. કંપનીએ રૂ.2ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.