અમદાવાદ, 8 મેઃ અમદાવાદ હાજર બજારમાં સોનાનો 10 ગ્રામદીઠ ભાવ રૂ. 100 વધી રૂ. 63100ની સપાટીએ રહ્યો હતો. જ્યારે કીલોદીઠો ચાંદી રૂ. 77000ની સપાટીએ સ્થિર રહી હતી.

અમદાવાદ હાજર બજારના ભાવો (8-5-2023)

વિગતકિંમત
ચાંદી ચોરસા74000-77000
ચાંદી રૂપું73800-76800
સિક્કા જૂના700-900
999 સોનું62100- 63100
995 સોનું61900- 62900
હોલમાર્ક61840

સોનાની કિંમત રૂ. 64,000 વાની શક્યતા: એન્જલ વન

સેફ હેવન સોનાનો ભાવ રૂ. 64000 સુધી સુધરવાની ધારણા એન્જલ વન દ્વારા વ્યક્ત કરાઇ છે. બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર સોનાના ભાવની ચમકતી શ્રેણીના પરિબળોમાં રશિયા-યુક્રેનના યુદ્ધથી લઇને અમેરિકામાં વધી રહેલા વ્યાજ દરોને કારણે સર્જાતા મંદીના વમળો છે અને તેમાંથી બેન્કિંગ કટોકટી પણ પરિણમી રહી છે, યુરોપમાં વ્યાજ દરો વધી રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનો સમાવેશ થાય છે. એન્જલ વન લિ.ના એવીપી- રિસર્ચ, નોન- એગ્રી કોમોડિટીઝ એન્ડ કરન્સીઝ પ્રથમેશ માલ્યાના જણાવ્યા અનુસાર 2023માં, આપણે ભારતીય બજારોમાં સોનાના ભાવ વધુ ઊંચાઈએ જોઈએ છીએ અને ખૂબ જ ટૂંક સમયમાં આપણે 10 ગ્રામદીઠ રૂ. 64000 જોઇશું. 2023માં અત્યાર સુધીમાં ગોલ્ડના ભાવે આંતરરાષ્ટ્રીય માર્કેટ અને એમસીએક્સમાં અનુક્રમે 12.5 ટકાનું અને 12 ટકાનું રિટર્ન આપ્યુ છે. રોકાણકારોને ઘટાડે લેવાની અને લાંબા સમય સુધી પોર્ટફોલિયો જાળવી રાખવાની અમારી સલાહ છે.

રેલિગેર બ્રોકીંગની ભલામણઃ સોનામાં રૂ. 60200- 59600નો સ્ટોપલોસ અને 61380- 61850નો રેઝિસ્ટન્સ

અમદાવાદ, 8 મેઃ રેલિગેર બ્રોકીંગે સોના- ચાંદી, કોપર (મે), એલ્યુનમિનિયમન (મે), ઝીંક (મે) લીડ (મે), ક્રૂડ (મે) તેમજ નેચરલ ગેસ (મે)માં આગામી શોર્ટટર્મ માટેના સ્ટોપલોસ અને રેઝિસ્ટન્સ સાથેના ટાર્ગેટ્સ આપ્યા છે. તે અનુસાર રોકાણકારો યોગ્ય અભ્યાસ, માર્ગદર્શન અને સ્વનિર્ણયશક્તિના આધારે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવી શકે છે.

CommodityStrategyInitiation RangeSLTarget
Gold (Jun)Buy60500-605505994061550
Silver (July)Buy76550-766507574078050
Crude oil (May)Sell6080-610063305700
Natural gas (May)Sell185-186195170

સ્ટોપલોસ અને રેઝિસ્ટન્સ સાથેના ટાર્ગેટ લેવલ્સ એક નજરે

CommodityS1S2R1R2
GOLD (Jun)60200596006138061850
SILVER (Jul)75800745007830079500
COPPER (May)735720761770
ZINC (May)231.50227245250
ALUMINIUM (May)205.50203212215
LEAD (May)181179.50185187
CRUDE OIL (May)5730545061506320
NATURAL GAS (May)168160187.50195