આઈડિયાફોર્જ એક્સપોનેન્શિયલે 2023 ખાતે લોંચ કર્યું અપગ્રેડેડ નેત્રા V4 પ્રો
અમદાવાદ, 11 મે : આઈડિયાફોર્જે એક્સપોનેન્શિયલ 2023 ખાતે તેનું લેટેસ્ટ અપગ્રેડેડ યુએવી, નેત્રા V4 પ્રો લોંચ કર્યું છે. નેત્રા V4 પ્રો 90 મિનિટિ કરતા વધુ સમયનો ફ્લાઈટ ટાઈમ ધરાવે છે.
નેત્રા V4 પ્રો એ આઈડિયાફોર્જ દ્વારા વિકસાવાયેલા યુએવીની નેત્રા સિરિઝમાંનો લેટેસ્ટ ઉમેરો છે. નેત્રા V4 પ્રોનો સૌથી ચાવીરૂપ અપગ્રેડ 90 મિનિટનો તેનો વિસ્તારેલો ફ્લાઈટ ટાઈમ છે. તે આશરે 10 માઈલની રેન્જમાં કાર્યરત રહે છે. નેત્રા V4 પ્રોનું નિર્માણ ડિફેન્સ, જાહેર સુરક્ષા, ઈમરજન્સી રિસ્પોન્સ તથા મેપિંગ સહિતની વ્યાપક શ્રેણીની કામગીરીમાં ઉપયોગ માટે કરાયું છે.
આઈડિયાફોર્જ ટેકનોલોજી લિમિટેડ, ભારતીય માનવવિહોણા વિમાન પ્રણાલિ ઉદ્યોગના બજારમાં સૌથી અગ્રેસર કંપની છે જેનો બજાર હિસ્સો નાણાકીય વર્ષ 2022માં આશરે 50% જેટલો હોવાનો 1લેટિસ રિપોર્ટમાં જણાવાયું છે.
નેત્રા સિરિઝ UAVની ડિઝાઈન વ્યાપક શ્રેણીની મિશન-ક્રિટિકલ કામગીરી માટે તૈયાર કરાઈ છે, અને નેત્રા V4 પ્રો, 90 મિનિટ કરતા વધુનો વિસ્તારેલો ફ્લાઈટ ટાઈમ પૂરો પાડે છે તેવું આઈડિયાફોર્જના CEO અંકિત મહેતાએ જણાવ્યું હતું. એક્સપોનેન્શિયલ એ એક પ્લેટફોર્મ છે કે જેના થકી વૈશ્વિક યુએવી ઉદ્યોગમાં તમારી ટેકનોલોજીને નિદર્શિત કરી શકાય.
આઈડિયાફોર્જ એ ભારતીય માનવવિહોણા વિમાન પ્રણાલિ (“UAS”) ઉદ્યોગના બજારમાં સૌથી અગ્રેસર કંપની છે જેનો ભારતમાં બજાર હિસ્સો નાણાકીય વર્ષ 2022માં આશરે 50% જેટલો રહ્યો છે. આઈડિયાફોર્જ એ ભારતભરમાં સ્વદેશી UAVની સૌથીમોટું ઓપરેશનલ ડિપ્લોયમેન્ટ ધરાવે છે, જે પૈકી આઈડિયાફોર્જ ઉત્પાદિત ડ્રોને ડિસેમ્બર 31, 2022ના રોજ પૂર્ણ થતા નવ મહિના દરમિયાન દર પાંચ મિનિટે ટેકઓફ કર્યું હતું.