ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગનો SME IPO 22મીએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 62 – 65
અમદાવાદ, 19 મે : ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગ તા. 20 મેના રોજ SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીએ બુક- બિલ્ડિંગ રૂટ મારફતે તેની આગામી પબ્લિક ઓફરિંગ માટે શેર દીઠ રૂ. 62-65ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ઇશ્યૂ 25 મે, 2023ના રોજ બંધ થઈ જશે.
IPO અંગેની મહત્વની જાણકારી જે જાણવી જરૂરી
IPO Date | May 22, 2023 to May 25, 2023 |
Face Value | ₹10 per share |
Price | ₹62 to ₹65 per share |
Lot Size | 2000 Shares |
Total Issue Size | 6,430,000 shares |
Total Issue Size | ₹41.80 Cr |
Fresh Issue | 6,430,000 shares |
Issue Type | Book Built Issue IPO |
Listing At | NSE SME |
આ ઇશ્યૂમાં કુલ 64.30 લાખ ઇક્વિટી શેર ઓફર કરવામાં આવશે, જેમાંથી 30.52 લાખ શેર QIB માટે, 9.18 લાખ શેર HNI માટે અને 21.38 શેર જાહેર જનતાને ઇશ્યૂ કરવામાં આવશે. કંપની ઇશ્યૂના અપર પ્રાઇસ બેન્ડ પર રૂ. 41.79 કરોડ એકત્ર કરશે. લિસ્ટિંગ સાથે જ જાહેરમાં જનાર ક્રેયોન્સ એડવર્ટાઈઝિંગ ભારતની પ્રથમ અગ્રણી હોમગ્રોન ઈન્ટિગ્રેટેડ એડવર્ટાઈઝિંગ એજન્સી બનશે.
ISSUE LEAD MANAGERS
આ ઇશ્યૂ માટે કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ લીડ મેનેજર છે, અને સ્કાયલાઇન ફાઇનાન્શિયલ સર્વિસ રજિસ્ટ્રાર છે. કંપનીના શેર NSE ઇમર્જ પર લિસ્ટેડ થશે.
ઇશ્યૂમાં એપ્લિકેશન માટેની લોટ સાઇઝ એટ એ ગ્લાન્સ
Application | Lots | Shares | Amount |
Retail (Min) | 1 | 2000 | ₹130,000 |
Retail (Max) | 1 | 2000 | ₹130,000 |
HNI (Min) | 2 | 4,000 | ₹260,000 |
કંપની પ્રમોટર્સ અને કંપનીની કામગીરી એટ એ ગ્લાન્સ
1986માં સ્થપાયેલી, ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગ શ્રી કુણાલ લાલાની દ્વારા પ્રમોટેડ કરવામાં આવી છે. કંપની બ્રાંડ સ્ટ્રેટેજી, ઇવેન્ટ્સ, ડિજિટલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને આઉટડોર (OOH) મીડિયા સર્વિસિનો સમાવેશ કરતી એડવર્ટાઇઝિંગ મીડિયા સર્વિસિસ માટે હાઇ-એન્ડ ઇકોસિસ્ટમ અને એન્ડ-ટુ-એન્ડ એડ-ટેક કોમ્યુનિકેશન સોલ્યુશન્સ પ્લેટફોર્મ પ્રદાન કરે છે, જે ન્યૂઝ પેપર્સ, બ્રોશર્સ, મેગેઝિનો, ટેલિવિઝન ચેનલો, એફએમ ચેનલો અને આઉટડોર હોર્ડિંગ્સના ડિસ્પ્લે વગેરે એડવર્ટાઇઝમેન્ટના માધ્યમોને આવરી લે છે.
કંપનીની ભાવિ યોજનાઓ એક નજરે
કંપની તેની પોતાના ફિલ્મ અને એનિમેશન સ્ટુડિયો સ્થાપવા અને AR, VR અને અન્ય ઇમર્જિંગ ઇમર્સિવ ટેક સહિત વધુ ડાયનેમિક મેટાવર્સ સોલ્યુશન્સ ઓફર કરવા માટે તેની વેબ3 કેપેબિલિટીઝના હાલના બેઝનું વિસ્તરણ કરવા રોકાણની યોજના ધરાવે છે. તે સાર્વત્રિકરણને મંજૂરી આપવા, OOH બિઝનેસને વધારવા અને ઇન્ટરનેશનલ માર્કેટ્સમાંથી ટેલેન્ટને આકર્ષિત કરવા માટે ન્યુ- એજ ટેકનોલોજી એપ્લિકેશનો સાથે ઇવેન્ટ ઓફરિંગની વ્યાપક રેન્જને વધારવાની પણ યોજના ધરાવે છે. પબ્લિક ઈશ્યુની આવકનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કટિંગ – એજ ટેકનોલોજી પાછળના મૂડી ખર્ચ માટે કરવામાં આવશે.
કંપનીના મુખ્ય ગ્રાહકોમાં તાતા સન્સ, આઇઓસી વગેરે….
કંપનીએ તાજેતરમાં ઘોષણા કરી હતી કે, તે TATA સન્સ, નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, TATA ક્રોમા અને બેંક ઓફ બરોડા સહિતના મહત્વપૂર્ણ મેન્ડેટ્સ ઓર્ડર મેળવ્યા છે. તેની વિસ્તરણ યોજનાઓના ભાગરૂપે, તે મધ્ય પૂર્વ, યુએસ અને યુકે જેવા દેશોમાં ઇન્ડિયન ડાયસ્પોરાને આકર્ષિત કરવામાં મદદ કરવા માટે સ્વતંત્ર એજન્સીઓ અને એક્વિઝિશન સાથે વ્યૂહાત્મક જોડાણ દ્વારા ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝિંગ માર્કેટ્સમાં પ્રવેશ કરવાની યોજના ધરાવે છે.
ભારતીય એડવર્ટાઇઝિંગ 19% વધ્યુ છે અને 2022માં પ્રથમ વખત 1 ટ્રિલિયન રૂપિયાને પાર કરી ગયું છે. ઉપરાંત એડવર્ટાઇઝિંગ વર્ષ 2025 સુધી 11%ના CAGR દરે વધશે. આ વૃદ્ધિ ડિજિટલ મીડિયા તરફ ઝોંક ધરાવે છે. આ વૃદ્ધિમાં ટ્રેડિશનલ મીડિયાનો હિસ્સો 30 ટકા છે, જ્યારે ડિજિટલ મીડિયાનો 70% હિસ્સો છે. તો આ દરમિયાન 71% માર્કેટર્સ આગામી બે વર્ષમાં તેમના એડવર્ટાઇઝિંગ ખર્ચમાં વધારો કરશે, જેમાંથી 85% માર્કેટર્સ ડિજિટલ અને 47% પરંપરાગત મીડિયા પાછળના તેમના જાહેરાત ખર્ચમાં વધારો કરશે તેવી અપેક્ષા છે.
ક્રેયોન્સ એડ.ની નાણાકીય કામગીરી (Restated Standalone)
Period Ended | Total Revenue | Profit After Tax | Net Worth | Reserves and Surplus |
31-Mar-20 | 16,367.65 | 116.57 | 3,549.64 | 3,324.64 |
31-Mar-21 | 10,661.22 | 12.97 | 3,562.61 | 3,337.61 |
31-Mar-22 | 19,404.97 | 161.34 | 3,723.95 | 3,498.95 |
31-Dec-22 | 20,374.52 | 1,267.08 | 4,991.03 | 3,191.03 |
Amount in ₹ Lakhs