અમદાવાદ, 19 મેઃ પંજાબ નેશનલ બેન્કે (PNB) બેડ લોનમાં ઘટાડો અને વ્યાજની આવકમાં વધારાને કારણે માર્ચ 2023ના ત્રિમાસિક ગાળામાં તેના ચોખ્ખા નફામાં પાંચ ગણાથી વધુનો ઉછાળો નોંધાવ્યો છે. બેન્કે વર્ષ અગાઉના તેટલાંજ સમયગાળામાં રૂ. 202 કરોડના ચોખ્ખા નફા સામે માર્ચ-2023ના ત્રિમાસિકમાં રૂ. 1159 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. બેન્કની કુલ આવક એક વર્ષ અગાઉ રૂ. 21,095 કરોડ હતી તે વધીને રૂ. 27,269 કરોડ થઈ હતી. બેન્કે રૂ.2ની ફેસ વેલ્યૂ ધરાવતા પ્રત્યેક શેરદીઠ 65 પૈસા ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે.

ગ્રોસ એનપીએમાં ઘટાડોઃ ગ્રોસ એનપીએ માર્ચ-22માં 11.78 ટકા હતી. જે માર્ચ-23માં ઘટી 8.74 ટકા થઈ છે. જ્યારે નેટ એપીએ પણ 4.8 ટકા સામે સુધરી 2.72 ટકા નોંધાઈ છે. બેડ લોન રેશિયોમાં ઘટાડો થતાં એનપીએ માર્ચ-23ના અંતે રૂ 3625 કરોડ રહી છે. જે ગતવર્ષે 4564 કરોડ હતી.

વાર્ષિક નફો 27 ટકા ઘટી રૂ. 2507 કરોડઃ નાણાકીય વર્ષ 2022-23માં PNBનો ચોખ્ખો નફો 27 ટકા ઘટી રૂ. 2507 કરોડ થયો છે. જે 2021-22માં રૂ. 3457 કરોડ હતો. જો કે, કુલ આવક વધી રૂ. 99084.88 કરોડ થઈ હતી. જે ગતવર્ષે 88339.49 કરોડ હતી. બેન્કની નેટવર્થ 66838.47 કરોડ છે.