NCDEX ખાતે હળદરમાં ઉપલી સર્કિટ, ઇસબગુલનાં ભાવમાં વધારો
મુંબઇ, ૨૪ મે: હાજર બજારોમાં ધોમધખતા તાપ અને વરસાદની રાહમાં ખપપુરતી લેવાલી જોવા મળી હતી.વાયદામાં પણ બેતરફી વધઘટ જોવા મળી હતી. . NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૫ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા હતા આજે હળદરનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. કપાસિયા ખોળનાં વાયદા કારોબાર ૯૦ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૦૦ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે એરંડા, દિવેલ તથા ધાણાનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, જીરૂ, કપાસ, સ્ટીલ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૭૩૫ રૂ. ખુલી ૫૭૧૭ રૂ., દિવેલનાં ભાવ ૧૧૮૨ રૂ. ખુલી ૧૧૮૨ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૪૭૨ રૂ. ખુલી ૨૫૧૪ રૂ., ધાણા ૬૪૫૬ રૂ. ખુલી ૬૩૮૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૪૮૭ રૂ. ખુલી ૫૪૯૦ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૮૦૪ રૂ. ખુલી ૧૦૮૫૭ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૩૬૫ રૂ. ખુલી ૨૪૪૨૦ રૂ., જીરાનાં ભાવ ૪૪૨૦૦ રૂ. ખુલી ૪૪૬૯૬ રૂ., કપાસનાં ભાવ ૧૪૭૦.૦૦ રૂ. ખુલી ૧૫૦૧. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૫૬૭૦ ખુલી ૪૬૦૮૦ રૂ. અને હળદરનાં ભાવ ૭૮૮૪ રૂ. ખુલી ૮૧૯૦ રૂ. બંધ રહ્યા હતા.