NSEના MD-CEO આશિષકુમાર ચૌહાણને ગ્લોબલ કસ્ટોડિયન દ્વારા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ
મુંબઇ , 26 મેઃ ગ્લોબલ કસ્ટોડિયન, જે સિક્યોરિટીઝ સેવાઓને આવરી લેતું અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રકાશન છે, તેણે આશિષકુમાર ચૌહાણ, MD અને CEO, NSEને સિંગાપોરમાં ‘લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ – લીડર્સ ઇન કસ્ટડી એવોર્ડ્સ ફોર એશિયા પેસિફિક’થી નવાજ્યા છે. ચૌહાણ એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર તરીકે, ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાં ઉત્કૃષ્ટ યોગદાન સાથે, બીએસઇ તેમજ એનએસઇ બંને ભારતીય સ્ટોક એક્સચેન્જોના સુકાન પર રહ્યા છે. તેઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)ના સ્થાપક ટીમના સભ્ય હતા અને હાલમાં NSEના MD અને CEO છે.
‘લીડર્સ ઇન કસ્ટડી એવોર્ડ્સ ફોર એશિયા પેસિફિક’ માટેનો આ એવોર્ડ સમારોહ, એશિયા પેસિફિક પ્રદેશમાં સિક્યોરિટીઝ સેવાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી પ્રદાતાઓની સિદ્ધિઓનું સન્માન કરે છે, સાથે ‘એડિટર્સ ચોઇસ એવોર્ડ્સ’, ‘ઇનોવેશન એવોર્ડ્સ’ અને પ્રતિષ્ઠિત વ્યક્તિગત પુરસ્કારો સહિત જીસી લિજેન્ડ’ અને ‘ઇન્ડસ્ટ્રી પર્સન ઓફ ધ યર’. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ઘણા દાયકાઓના સમયગાળામાં વિશાળ યોગદાનનો ટ્રેક રેકોર્ડ ધરાવતી એક વ્યક્તિને આપવામાં આવે છે.