રિલાયન્સ કન્ઝ્યુમર અને જનરલ મિલ્સ વચ્ચે એલન્સ બ્યુગલ રજૂ કરવા સહયોગ
મુંબઈ, 26 મે: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) ભારતમાં એલન બ્યુગલ્સ ભારતીય બજારમાં રજૂ કરીને પશ્ચિમી નાસ્તાની શ્રેણીના બજારમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. આ બ્રાન્ડ જનરલ મિલ્સની માલિકીની છે અને તે યુકે, યુએસ અને મધ્ય પૂર્વ સહિતના મુખ્ય વૈશ્વિક બજારોમાં ઉપલબ્ધ છે. એલન્સ બ્યુગલ્સ ઓરિજિનલ (સોલ્ટેડ), ટોમેટો અને ચીઝ જેવી ફ્લેવર રૂ. 10 થી શરૂ કરીને પોકેટ-ફ્રેન્ડલી કિંમતે ઉપલબ્ધ થશે.
બ્યુગલ્સ હળવા અને એરી ક્રન્ચ સાથે પ્રતિકાત્મક શંકુ આકારની મકાઈની ચિપ્સ છે. 1964માં પ્રથમ સ્વાદિષ્ટ શિંગડા આકારની મકાઈ ચિપ તરીકે જેની શરૂઆત થઈ હતી.
આરસીપીએલની એલન્સ બ્યુગલ્સનું લોન્ચિંગ કેરળથી શરૂ થશે અને ધીમે ધીમે સમગ્ર ભારતમાં તેનું વિસ્તરણ કરવામાં આવશે. આ લોન્ચ સાથે આરસીપીએલ તેના બહુમુખી એફએમસીજી પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે જેમાં કેમ્પા, સોસિયો અને રાસ્કિક હેઠળ પીણાંની વિશાળ શ્રેણી, ઇન્ડિપેન્ડેન્સ હેઠળ રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓ, ટોફીમેન હેઠળ કન્ફેક્શનરી, માલિબન હેઠળ બિસ્કિટ અને ગ્લિમર એન્ડ ડોઝો હેઠળ હોમ અને પર્સનલ કેર રેન્જ સહિતની અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે.