નિફ્ટી માટે 16480- 16500 પોઇન્ટ રેઝિસ્ટન્સ લેવલ્સ
મંગળવારે સેન્સેક્સમાં 1345 પોઇન્ટ બાઉન્સબેક, નિફ્ટી 16200 ક્રોસ
નિફ્ટીએ 16000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વટાવવા સાથે ટેકનિકલી ડેઇલી ચાર્ટ ઉપર દોજી પેટર્ન તા. 16મીએ રચાઇ હતી. જે માર્કેટ માઇન્ડનો સંકેત આપે છે કે, નિફ્ટીએ સપોર્ટ જાળવી રાખવા સાથે રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરી છે.
રેઝિસ્ટન્સ | 16480- 16500 |
સપોર્ટ | 16100- 16000 |
તમામ સેક્ટોરલ્સમાં સંગીન સુધારાની ચાલ
સતત બીજાં દિવસે સુધારાની ચાલ સાથે બીએસઇ સેન્સેક્સે 1344.65 પોઇન્ટના જમ્પ સાથે 54316.47 પોઇન્ટની સપાટી નોંધાવી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 417 પોઇન્ટના ઉછાળા સાથે 16200 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરી 16259.30 પોઇન્ટની બંધ રહ્યો હતો. આજનો ન્યૂઝ ઓફ ધ ડે એલઆઇસીનો આઇપીઓ લિસ્ટિંગ રહ્યો હતો. જેમાં રોકાણકારો પ્રથમ દિવસે નિરાશ થયા છે.
વિવિધ ઇન્ડાઇસિસની સ્થિતઃ સેન્સેક્સની આગેવાની હેઠ એનર્જી, ટેલિકોમ, કેપિટલ ગુડ્સ, મેટલ્સ, ઓઇલ ગેસ, પાવર અને ટેકનોલોજી ઇન્ડાઇસિસમાં પણ સ્ટોક સ્પેસિફિક જંગી ઉછાળાની સ્થિતિ જોવા મળી હતી.
વિવિધ ઇન્ડાઇસિસ એટ એ ગ્લાન્સ
ઇન્ડેક્સ | સુધારો (ટકા) |
મેટલ | 7.62 |
ઓઇલ | 3.52 |
એર્જી | 4.13 |
એફએમસીજી | 2.13 |
ફાઇનાન્સ | 2.05 |
આઇટીસ | 2.60 |
ટેલિકોમ | 3.31 |
ઓટો | 2.36 |
બેન્કેક્સ | 2.21 |
કેપિ. ગુડ્સ | 3.08 |
કન્ઝ્યુ. ડ્યુરે. | 2.50 |
પાવર | 2.31 |
ટેકનોલોજી | 2.43 |
માર્કેટબ્રેડ્થ પોઝિટિવઃ બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3462 પૈકી 2607 એટલેકે 75.30 ટકા સ્ક્રીપ્સમાં સુધારો અને 737 (21.29 ટકા) સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીથી ધીમા સુધારાનું બન્યું છે. 49 સ્ક્રીપ્સમાં આજે વર્ષની ટોચ અને 52 સ્ક્રીપ્સમાં આજે વર્ષની બોટમ જોવા મળી હતી. બીએસઇ માર્કેટકેપ આજે એક જ દિવસમાં 12 લાખ કરોડ વધી 255.55 લાખ કરોડે આંબી ગયું હતું.
ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયેઃ 77.79
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે નબળો પડી 77.79ની ઓલટાઇમ લો સપાટી પહોંચવા સાથે 77.47 બંધ રહ્યો હતો.