આઇટીસીનું રૂ. 6.25 ફાઇનલ ડિવિડન્ડ, કુલ ડિવિડન્ડ રૂ. 11.50
આઇટીસીએ માર્ચ-22ના અંતે પુરા થયેલા વર્ષ માટે ચોખ્ખો નફો રૂ. 13390 કરોડ સામે રૂ. રૂ. 15486 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ રૂ. 6.25નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. જે વચગાળાના રૂ. 5.25 સહિત કુલ રૂ. 11.50 થયું છે. કંપનીની કુલ આવકો રૂ. 67041 કરોડ (રૂ. 55788 કરોડ) થઇ છે. કંપનીની શેરદીઠ કમાણી રૂ. 12.37 (રૂ. 10.70) થઇ છે. કંપનીએ રૂ. 1232.22 કરોડની ઇક્વિટી સામે રૂ. 61223.24 કરોડની રિઝર્વ્સ નોંધાવી છે.
વિગત | માર્ચQ-22 | માર્ચQ-21 | FY-22 | માર્ચ FY-21 |
કુલ આવકો | 18253 | 15984 | 67041 | 55788 |
ચોખ્ખો નફો | 4260 | 3817 | 15486 | 13390 |
ઇપીએસ(રૂ.) | 3.40 | 3.05 | 12.37 | 10.70 |
ઇક્વિટી | 1232.33 | 1230.88 | 1232.33 | 1230.88 |
રિઝર્વ્સ | 61223.24 | 59116.46 |
(આંકડા રૂ. કરોડમાં દર્શાવે છે)
રિઝલ્ટ કેલેન્ડર
19 મેઃ આશાહી સંગવન, અશોક લેલેન્ડ, બોશ, ડો. રેડ્ડી લેબ, ગોદરેજ સીપી, હિન્દ પેટ્રો, રામકો સિસ્ટમ, ઉજ્જિવન, વીગાર્ડ