મુંબઇ, 14 જૂનઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ મહારાષ્ટ્ર સરકારનાં હાયર અને ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ (HTED) અને મનીબી ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ સાથે ત્રિપક્ષીય સમજૂતિ (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. એમઓયુનો હેતુ મૂડી બજારોમાં રોકાણનાં વિવિધ પાસા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો, રોકાણકારોને પ્રાસંગિક અને વ્યવહારૂ જ્ઞાન પૂરું પાડવાનો અને તેમને રોકાણનાં અનૌપચારિક નિર્ણયો લેવા સક્ષમ બનાવવાનો છે. NSE અને મનીબી સાથેની સમજૂતિ દ્વારા મહારાષ્ટ્ર સરકાર લાખો લોકોને નાણાકીય રીતે સાક્ષર બનાવવાનો પ્રયત્ન કરશે. આ પહેલમાં જોડાનાર પ્રથમ રાજ્ય મહારાષ્ટ્રને સાઇબર ફ્રોડ ટાળવા, પોન્ઝી સ્કીમ અંગે જાગૃતિ ફેલાવવા અને ક્યાં તથા કઈ રીતે રોકાણ કરવું તેનું માર્ગદર્શન મળશે. NSEના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, આજનાં એમઓયુ રોકાણકારોમાં જાગૃતિ અને નાણાકીય સાક્ષરતા પ્રત્યે અમારી પ્રતિબધ્ધતાનું પ્રતીક છે. અમે અમારી સહયાત્રા શરૂ કરી રહ્યા છીએ ત્યારે અમે રોકાણકારોને સારી નિર્ણય પ્રક્રિયા માટે રોકાણકારોને સશક્ત અને સુસજ્જ કરવા પ્રતિબધ્ધ છીએ.