અગ્રવાલ વિકાસ મહાસભા (SAVM) ગુજરાત આયોજીત અગ્રવાલ બિઝનેસ કોન્કલેવની પ્રથમ એડીશનનો પ્રારંભ
અમદાવાદ, 19 જૂન: શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા (SAVM) સંચાલિત અગ્રવાલ બિઝનેસ કોન્કલેવ 2023ની પ્રથમ એડીશનનો શનિવારે પ્રારંભ કરાયો હતો. ગુજરાત રાજ્યના માનનિય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા એ અગ્રવાલ સમુદાયના સશક્તિકરણને સમર્પિત સંગઠન છે. આ કોન્કલેવનું આયોજન એસએવીએમની યુવા અને મહિલા વિંગ દ્વારા કરાયું છે અને એમાં બિઝનેસ લીડર્સ, ઉદ્યોગસાહસિકો, ઈન્વેસ્ટર્સ, પોલિસીમેકર્સ, શિક્ષણવિદ્દો અને અન્ય સહયોગીઓએ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન તથા ઈનોવેશન અને કોલાબરેશનને વેગ આપવાના ઉદ્દેશથી તેમજ સમુદાય અને રાષ્ટ્રના આર્થિક વિકાસને વેગ આપવા એકબીજા સાથે વિચારોનું આદાન-પ્રદાન કરશે.
ગુજરાત રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતના હસ્તે અગ્રવાલ બિઝનેસ પ્રથમ એડીશનનો પ્રારંભ
અગ્રવાલ ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ચીમનલાલ અગ્રવાલ, કિરણ ગ્રૂપના ડાયરેક્ટર સુરેશ ગુપ્તા અને દિનેશચંદ્ર અગ્રવાલ ઈન્ફ્રાકોનના ચેરમેન દિનેશચંદ્ર અગ્રવાલ ઉદઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતના હસ્તે અગ્રવાલ બિઝનેસ પ્રથમ એડીશનનો પ્રારંભ
અગ્રવાલ સમુદાયે માનવ કલ્યાણ માટે દૃઢ પ્રતિબદ્ધતા સાથે, વ્યવસાયની સ્થાપના કરી છે, રોજગારીની તકો ઊભી કરી છે અને આપણા અર્થતંત્રના વિકાસમાં યોગદાન આપ્યું છે. તે ભારત આત્મા નિર્ભરને વૈશ્વિક આર્થિક પાવરહાઉસ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. મને વિશ્વાસ છે કે અગ્રવાલ બિઝનેસ કોન્ક્લેવ નવી ટેક્નોલોજીને અપનાવવામાં મદદ કરશે અને વિચારોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપશે, સમુદાય અને દેશના વિકાસમાં યોગદાન આપશે તેવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરતી વખતે જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતના હસ્તે અગ્રવાલ બિઝનેસ પ્રથમ એડીશનનો પ્રારંભ
સ્વાગત સંબોધનમાં અગ્રવાલ બિઝનેસ કોન્કલેવ (એબીસી)ના ચીફ પેટ્રન સુરેશ આર્યએ જણાવ્યું હતું કે આ કોન્કલેવના આયોજનનો ઉદ્દેશ અગ્રવાલ સમુદાયને સંગઠીત બનાવીને એક એવા પ્લેટફોર્મની રચના કરવાનો છે કે જેનાથી સંવાદને પ્રોત્સાહન મળે, જાણકારી અને સહયોગ સાધીને બિઝનેસ માટેની ધબકતી વ્યવસ્થા સ્થાપી શકાય. અમે શિક્ષણ અને નેટવર્કિંગ દ્વારા આ કોન્કલેવ મારફતે શિક્ષિત, સમૃધ્ધ અને તંદુરસ્ત સમાજ માટે યોગદાન આપવા માટે તત્પર છીએ.
શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા (SAVM), ગુજરાતના જનરલ સેક્રેટરી સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ ઉદ્યોગસાહસિકતાની ભાવનાને પ્રજ્વલિત કરશે, આર્થિક વૃદ્ધિને ઉત્તેજીત કરશે અને સમુદાય આધારિત વ્યવસાયોની શક્તિનું પ્રદર્શન કરશે.
અગ્રવાલ બિઝનેસ કોન્ક્લેવ (ABC)ના મુખ્ય આયોજક ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે બે દિવસીય કોન્ક્લેવમાં ઉદ્યોગ નિષ્ણાતોના મુખ્ય વક્તવ્યો, આકર્ષક પેનલ ચર્ચાઓ, નવીન ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન, મૂલ્યવાન નેટવર્કિંગ તકો સહિતની પ્રવૃત્તિઓની આકર્ષક શ્રેણી પણ છે.
પ્રતિભાગીઓને વ્યવસાયની બદલાતી ગતિશીલતા, બૌદ્ધિક સંપદા અધિકારોની અસર, નવા યુગની છેતરપિંડી સામે વ્યવસાયની સુરક્ષા, બ્રાંડિંગનું મહત્વ, તમારા વ્યવસાયને વધારવા માટે ડિજિટલ માર્કેટિંગ અને AIનો ઉપયોગ અને વધુ જેવા વિષયો પર આંતરદૃષ્ટિ મેળવવાની તક મળશે. કોન્ક્લેવમાં ઉદ્યોગસાહસિકતા અને ઇનોવેશન માટે ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની ભૂમિકા, વ્યવસાય અને સમાજમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અને વ્યવસાય વિશ્વમાં આરોગ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવા જેવા વિષયો પર આકર્ષક પેનલ ચર્ચાઓ જોવા મળી હતી. જેમાં મોટિવેશનલ સ્પીકર – સંજય રાવલ, સીએ ઉત્તમ પ્રકાશ અગ્રવાલ, આઈસીએઆઈના ભૂતપૂર્વ પ્રમુખ અને યુપીએસીએના સ્થાપક સીએ- સ્નેહલ દેસાઈ, ડીડીબી મુદ્રા ગ્રુપના એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ- મહાવીર સિંઘલ, આફ્ટર ફર્સ્ટ મિડીયાના સીઈઓ- અમિત ખેતાન જેવા જાણીતા મહાનુભવોનો સમાવેશ થાય છે.
કર્ણાવતી મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી- રિતેશ હાડા, નાબાર્ડના ચીફ જીએમ- ભૂપેશ સિંઘલ, આનંદ નિકેતન ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન- કમલ મંગલ અને ઈન્ફીનાઈટ સિવિલ સોલ્યુશન્સના ડિરેક્ટર- પંકજ ગોયલ પણ પોતાના અનુભવ અને જાણકારીનો લાભ આપશે.