મોડેલ્સએક્સ-શોરૂમ
અલ્ટ્રોઝ iCNG XE7,55,400
અલ્ટ્રોઝ  iCNG XM+8,40,400
અલ્ટ્રોઝ  iCNG XM+ (S)8,84,900
અલ્ટ્રોઝ  iCNG XZ9,52,900
અલ્ટ્રોઝ  iCNG XZ+ (S)9,99,990
અલ્ટ્રોઝ  iCNG XZ+O (S)10,54,990

અમદાવાદ, 20 જૂન: ટાટા મોટર્સએ અલ્ટ્રોઝ iCNG લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે જે ભારતની સૌપ્રથમ ટ્વીન સિલીડંર CNG ટેકનોલોજીથી સજ્જ છે જેની પ્રારંભિક કિંમત રૂ.7.55 લાખ (ભારતમાં, એક્સઃ શોરૂમ). ટાટા મોટર્સએ ઉદ્યોગમાં સૌપ્રથમ વખત CNG ટેકનોલોજી ધરાવતી, અલ્ટ્રોઝ iCNG વિકસાવી છે.

અલ્ટ્રોઝના ફિચર્સ એટ એ ગ્લાન્સ

અલ્ટ્રોઝ iCNG એડવાન્સ ફીચર્સ જેમ કે વોઇસ આસિસ્ટેડ ઇલેક્ટ્રિક સનરુફ, વાયરલેસ ચાર્જર અને એર પ્યોરિફાયર જેવા એડવાન્સ ફીચર્સથી સજ્જ છે. અલ્ટ્રોઝ iCNG ફક્ત પર્સોનલ સેગમેન્ટમાં જ ત્રીજી CNG ઓફરિંગ છે. કંપનીએ અલ્ટ્રોજ iCNGની વિશિષ્ટ લાક્ષણિકતાઓને જણાવવા માટે OMG! It’s CNGકેમ્પેનની રચના કરી છે. આ લોન્ચ પર ટિપ્પણી કરતા ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સ લિમીટેડ અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલીટી લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતુ કે ગ્રાહકો વધુને વધુ કરકસરતાના તેમજ ઇકો-ફ્રેંન્ડલી ઝૂંબેશના ઇરાદા સાથે વૈકલ્પિક ઇંધણ વિકલ્પને પસંદ કરી રહ્યા છે. અલ્ટ્રોઝ iCNG છ વેરિયાંટ્સ જેમ કે XE, XM+, XM+(S), XZ, XZ+(S) અને XZ+O(S)માં ઓફર કરવામાં આવે છે અને તે ચાર કલર્સ જેમ કે ઓપેરા બ્લ્યુ, ડાઉનટાઉન રેડ, આર્કેટ ગ્રે અને એવન્યુ વ્હાઇટમાં ઉપલબ્ધ છે. અલ્ટ્રોઝ iCNG માલિકીપણાના કુલ ખર્ચમાં ખર્ચમાં ઘટાડો કરે છે કેમ તે તેમાં 3 વર્ષો/100000 કિમી સુધીની વોરંટીનો સમાવેશ થાય છે.