મુંબઈ, 10 જુલાઇ: મહિન્દ્રા મેન્યુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડની યોજના(ઓ) હેઠળ ‘પાવર SIP’ નામની નવી સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અને સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન (SWP)ની વિશેષતાઓ અને લાભોને જોડે છે, જે રોકાણકારોને આવકના સ્થિર પ્રવાહ (SWP)ના સ્વરૂપમાં ચક્રવૃદ્ધિની શક્તિ (SIP)ના મહત્તમ લાભો મેળવવા માટે સક્ષમ બનાવે છે. આ સુવિધા સાથે, રોકાણકારો હવે ચોક્કસ સમયગાળા માટે ફંડની પાત્ર યોજનાઓમાં SIP અને SWPમાં નોંધણી કરીને તેમની રોકાણ યાત્રાનું આયોજન કરી શકે છે. આ સુવિધા બે વિકલ્પોમાં ઉપલબ્ધ છે: વિકલ્પ A, જ્યાં SIP અને SWP બંને એક જ યોજનામાં નોંધાયેલા છે, અને વિકલ્પ B, જ્યાં SIP અને SWP અલગ-અલગ પાત્ર યોજનાઓમાં રજીસ્ટર થઈ શકે છે. વિકલ્પ A રોકાણકારોને SIP અને SWP બંને માટે સમાન યોજના પસંદ કરવાની મંજૂરી આપીને પ્રક્રિયાને સરળ બનાવે છે. આ કિસ્સામાં, એકવાર SIPનો સમયગાળો પૂરો થઈ જાય પછી, પાવર SIP સુવિધા દ્વારા સંચિત સમગ્ર એકમો SWP માટે ઉપલબ્ધ બને છે, જે રોકાણ અને ઉપાડના તબક્કાઓ વચ્ચે સીમલેસ સંક્રમણની ખાતરી આપે છે. બીજી તરફ, વિકલ્પ B કસ્ટમાઇઝેશનને વધુ એક નોંચ ઉપર લઈ જાય છે.