ટેક્નોલોજી ખર્ચમાં મંદીના સંકેતોના કારણે BFSI વર્ટિકલ 3% વધ્યુટેલિકોમ્યુનિકેશન્સ, રિટેલ અને ટેક્નોલોજી સર્વિસ સેગમેન્ટમાં ગ્રોથ 0.5થી 5.3 ટકા રહ્યો
લાઇફસાયન્સ અને હેલ્થકેર, અને મેન્યુફેક્ચરિંગમાં અનુક્રમે 10% અને 9.4%નો ગ્રોથઉત્તર અમેરિકામાં 5% અને કોન્ટિનેંટલ યુરોપમાં 3.4% વૃદ્ધિ જોવા મળી
યુકેના બજારમાં મજબૂત 16% વૃદ્ધિ જોવા મળી હતીમધ્ય પૂર્વ, આફ્રિકા અને ભારત બજારોએ ડબલ ડિજિટ વૃદ્ધિ નોંધાવી

મુંબઈ, 12 જુલાઇઃ આઇટી સેક્ટરની અગ્રણી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ જૂન ક્વાર્ટરના પરીણામોની જાહેરાત સાથે કોર્પોરેટ રિઝલ્ટ્સનો શુભારંભ કર્યો છે. કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે (YoY) 17% વધીને રૂ. 11,074 કરોડ નોંધાયો છે. કોન્સોલિડેટેડ રેવન્યુ વાર્ષિક ધોરણે 13% વધીને રૂ. 59,381 કરોડ થઈ છે. કંપનીએ શેરદીઠ રૂ.9ના વચગાળાના ડિવિડન્ડની ચૂકવણીને મંજૂરી આપી છે. ટોપલાઇનમાં માત્ર 0.4%નો વધારો થયો છે, જે સોફ્ટવેર નિકાસકાર માટે 12 ક્વાર્ટરમાં સૌથી ધીમી વૃદ્ધિ છે. માર્ચ ક્વાર્ટરની સરખામણીએ નફો 3% ઘટ્યો છે. કરન્સીમાં TCSની આવક વાર્ષિક ધોરણે લગભગ 7% વધી છે. કંપનીની ઓર્ડર બુક $10.2 અબજ હતી, જેમાં બુક-ટુ-બિલ રેશિયો 1.4 હતો. ક્વાર્ટરમાં ઓપરેટિંગ માર્જિન 23.2% પર આવ્યું હતું, જે અગાઉના ક્વાર્ટર કરતાં 130 બેસિસ પોઈન્ટ્સ ઓછું હતું.

કંપનીનું ઓપરેટિંગ માર્જિન ત્રિમાસિક ધોરણે ઘટી 23.2 ટકા થયું છે. જે ચોથા ત્રિમાસિકમાં રૂ. 24.5 ટકા હતું. જો કે, વાર્ષિક ધોરણે 0.1 ટકા વધારો થયો છે. કુલ આવકો 13.5 ટકા વધી રૂ. 60778 કરોડ થઈ હતી.

ટેકનોલોજી અને આરએન્ડડી ખર્ચમાં વધારો કરીએ છીએ

“અમે અમારી સેવાઓની લાંબા ગાળાની માંગમાં વિશ્વાસ રાખીએ છીએ, જે નવી ટેકનોલોજીના ઉદ્ભવને કારણે છે. અમે આ નવી ટેક્નોલોજીઓ અને તેના આરએન્ડડીમાં ક્ષમતાઓનું નિર્માણ કરવા માટે પ્રારંભિક રોકાણ કરી રહ્યા છીએ, જેથી અમે આ તકોમાં અમારી સહભાગિતાને મહત્તમ કરી શકીશું.- કૃતિવાસન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને એમડી, ટીસીએસ

છટણીમાં ઘટાડો, પગારમાં 15 ટકા સુધી વધારો

છટણીનો દર સતત ઘટી રહ્યો છે. જૂન ત્રિમાસિકમાં ટીસીએસનો એટ્રિશન રેટ 17.8% નોંધાયો છે. જે એક ક્વાર્ટર પહેલા 20.1% હતું. ચાલુ નાણાકીય વર્ષના બીજા અર્ધવાર્ષિકમાં છટણીની સ્થિતિ સામાન્ય થવાનો દાવો કરતાં TCSના chief HR ઓફિસર મિલિંદ લક્કડે જણાવ્યું હતું. અમે અમારી નવીનતમ વાર્ષિક વળતર સમીક્ષામાં અસાધારણ પ્રદર્શન કરનારાઓ માટે 12-15% વધારો આપ્યો છે, અને પ્રમોશન ચક્ર પણ શરૂ કર્યું હોવાનું TCSના ચીફ HR ઓફિસર મિલિંદ લક્કડે જણાવ્યું હતું.