NFO OPEN20 JULY
NFO CLOSES7 AUGUST
MINIMUM INVESTMENTRS. 500

મુંબઈ/પૂણે, 20 જુલાઈ:બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની પ્રથમ ઇક્વિટી સ્કીમ, એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ, બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ્ય ‘MEGATRENDS’ વ્યૂહરચનાના આધારે સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરીને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ પ્રદાન કરવાનો છે. આ સ્કીમ ફ્યુચર પ્રોફિટ પૂલ ઈન્ડસ્ટ્રીઝને લક્ષ્યાંકિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેનો ટર્નઓવર રેશિયો પ્રમાણમાં ઓછો હશે. આ યોજનાનું મેનેજમેન્ટ ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર નિમેશ ચંદન, સિનિયર ફંડ મેનેજર સોરભ ગુપ્તા (ઇક્વિટી પોર્શન) અને સિદ્ધાર્થ ચૌધરી (ડેટ પોર્શન) દ્વારા કરવામાં આવશે. ફંડને S&P BSE 500 TRI સામે બેન્ચમાર્ક કરવામાં આવશે. બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ ફંડ InQuBe પર આધારિત રોકાણની ફિલસૂફીને અનુસરશે. સ્ટોકની પસંદગી સમગ્ર ટેકનોલોજીકલ, નિયમનકારી, આર્થિક, પ્રકૃતિ, વસ્તી વિષયક અને સામાજિક ફેરફારોમાં કંપનીના ફંડામેન્ટલ્સ, વેલ્યુએશન અને સૌથી અગત્યના MEGATRENDS જેવા બહુવિધ પરિમાણો પર આધારિત હોઈ શકે છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) સબ્સ્ક્રીપ્શન માટે 24 જુલાઈ, 2023થી ખૂલે છે અને 7 ઓગસ્ટ, 2023 રોજ બંધ થાય છે.