L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સે Q1 નફો 103 ટકા વધી રૂ. 531 કરોડ નોંધાવ્યો
મુંબઇ, 21 જુલાઇઃ એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (LTFH) 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 531નો કન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે 103%ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ કુલ લોન બુકના 82% રિટેલ લોન પોર્ટફોલિયો મિક્સ પણ હાંસલ કર્યું છે. 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ત્રિમાસિક રિટેલ વિતરણ રૂ. 11,193 કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 25%ની વૃદ્ધિ દર્શાવે છે. આ વિકાસ તમામ રિટેલ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ દ્વારા સંચાલિત છે. રિટેલ બુક હવે રૂ. 64,274 કરોડ છે, જે 30 જૂન, 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 34% વધારે છે. કંપનીના સીએમડી દીનાનાથ દુભાશીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ 82% રિટેલાઇઝેશન હાંસલ કર્યું છે, જે 80%થી વધુ રિટેલાઇઝેશનના લક્ષ્ય 2026ના લક્ષ્ય કરતાં ઘણું આગળ છે.