સીએસબી બેંકનો ચોખ્ખો નફો 15 ટકા વધ્યો
વિગત | Q1-2024 | Q1- 2023 | વર્ષ 2023 |
ગ્રોસ NPA% | 1.27% | 1.79% | 1.26% |
નેટ NPA% | 0.32% | 0.60% | 0.35% |
અમદાવાદ, 21 જુલાઇઃ સીએસબી બેન્કે જૂન-23ના અંતે પૂરાં થયેલા પ્રથમ ત્રિમાસિક માટે ચોખ્ખો નફો 15 ટકા વૃદ્ધિ સાથે રૂ. 132.23 કરોડ (રૂ. 114.52 કરોડ) નોંધાવ્યો છે. અસ્કયામતો પરનું વળતર નાણાંકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિક ગાળામાં 1.75% થી નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળાના રોજ 1.79% સુધી સુધર્યું છે. એનઆઈએમ 5%થી વધુ ટકાવી શકાઈ હતી જે વાર્ષિક ધોરણે 23 બેસિસ પોઈન્ટ્સ વધીને 5.40% રહી હતી. બેંકનો ઓપરેટિંગ નફો રૂ. 181.43 કરોડ છે જ્યારે તે નાણાંકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 154.72 કરોડ હતો એટલે કે 17%ની વૃદ્ધિ નોંધાઈ છે. ચોખ્ખી વ્યાજ આવક (એનઆઈઆઈ) પ્રથમ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 17% (નાણાંકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. 310.69 કરોડ)ના વધારા સાથે રૂ. 364.01 કરોડ છે. બિન-વ્યાજ આવક રૂ. 121.55 કરોડ છે જે ગયા વર્ષના સમાન સમયગાળા માટે રૂ. 54.85 કરોડની સરખામણીએ 122% વધી છે. ટ્રેઝરીની આવકમાં 23%નો વધારો થયો છે, જ્યારે ટ્રેઝરી આવક સિવાયની અન્ય આવકમાં વાર્ષિક ધોરણે રૂ. 64.40 કરોડ અથવા 143%નો વધારો થયો છે. 30-06-22ની સરખામણીએ, અમારી પાસે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળાના અંતે 1.27% અને 0.32%ના નીચા GNPA અને NNPA ગુણોત્તર છે જે અનુક્રમે 52 બેસિસ પોઈન્ટ્સ અને 28 બેસિસ પોઈન્ટ્સનો સુધારો દર્શાવે છે.