Corporat News in Brief…….
PNB હા. ફાઇનાન્સે ચીફ સેલ્સ ઓફિસર તરીકે વલ્લી સેકરની નિમણૂક કરી

પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ એટલે કે ઉન્નતિ માટે ચીફ સેલ્સ એન્ડ કલેક્શન ઓફિસર તરીકે સુશ્રી વલ્લી સેકરની નિમણૂકની જાહેરાત કરી હતી.સુશ્રી વલ્લી કેટલીક ધિરાણ સંસ્થાઓમાં એફોર્ડેબલ હાઉસિંગ બિઝનેસની કામગીરી 26 વર્ષથી સફળતાપૂર્વક સંભાળવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેઓ એફોર્ડેબલ બિઝનેસ અને ગ્રાહકના અભિગમની સારી સમજણ ધરાવે છે, જે કંપનીને મદદરૂપ થશે અને મૂલ્યમાં વધારો કરશે. સુશ્રી વલ્લી કંપનીના વાજબી હાઉસિંગના વ્યવસાયને વધારવામાં પથપ્રદર્શક ભૂમિકા ભજવશે.પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં જોડાયા અગાઉ સુશ્રી વલ્લી જીઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં નેશનલ બિઝનેસના હેડની ભૂમિકામાં કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત હતા. તેમણે મહિન્દ્રા હાઉસિંગ ફાઇનાન્સ અને શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ સાથે પણ કામ કર્યું હતું. તેઓ મોતિલાલ ઓસ્વાલ, આધાર હાઉસિંગ ફાઇનાન્સ, એક્સિસ બેંક અને કોટક મહિન્દ્રા પ્રાઇમસ જેવી કંપનીઓમાં પણ કામગીરીનો અનુભવ ધરાવે છે.પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં એની કામગીરીનું વિસ્તરણ કરે છે, જે એની ‘ઉન્નતિ’ બુક પર ધ્યાન કેન્દ્રિત કરી છે. કંપનીએ 31 મે, 2022 સુધી 34 ઉન્નતિ લોકેશનને કાર્યરત કર્યા છે અને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કામગીરી વધારવાની યોજના ધરાવે છે.