રિલાયન્સ રિટેલમાં QIA ₹ 8,278 કરોડનું રોકાણ કરશે
મુંબઈ, 25 ઓગસ્ટ: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ(RRVL)માં કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA), પોતાની સંપૂર્ણ-માલિકીની સબસિડિયરી દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી RRVLમાં ₹ 8,278 કરોડનું રોકાણ કરશે. આ રોકાણમાં RRVLની પ્રિ-મની ઈક્વિટી વેલ્યુ ₹ 8.278 લાખ કરોડ આંકવામાં આવી છે. QIAનું રોકાણ ફુલ્લી-ડાઈલ્યુટેડ ધોરણે RRVLમાં 0.99% માઈનોરિટી ઈક્વિટી સ્ટેકમાં તબદિલ થશે. અગાઉ 2020માં વિવિધ વૈશ્વિક રોકાણકારો પાસેથી RRVL દ્વારા ₹ 47,265 કરોડના ફંડ-એકત્રીકરણનો રાઉન્ડ હાથ ધરાયો ત્યારે તેની પ્રિ-મની ઈક્વિટી વેલ્યુ ₹ 4.21 લાખ કરોડ હતી.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડાયરેક્ટર ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું કે, વેલ્યુ ક્રિએશનમાં (મૂલ્ય સર્જન) QIAના વૈશ્વિક અનુભવ તથા મજબૂત ટ્રેક રેકોર્ડનો લાભ મેળવવા ઉત્સુક છીએ. QIAનું રોકાણ એ ભારતીય અર્થતંત્ર તથા રિલાયન્સ રિટેલના બિઝનેસ મોડેલ, વ્યૂહરચના તથા અમલીકરણ ક્ષમતાઓ પરત્વે હકારાત્મક પરિદૃશ્યનું મજબૂત અનુમોદન કરે છે. QIAના CEO મન્સૂર ઈબ્રાહિમ અલ-મહેમૂદે જણાવ્યું કે, QIA ભારતના ઝડપથી વિકસી રહેલા રિટેલ બજારમાં ઊચ્ચ-વૃદ્ધિની ક્ષમતા ધરાવનારી નવતર કંપનીઓને સહાયરૂપ થવા માટે કટિબદ્ધ છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ફાઇનાન્સિઅલ એડવાઇઝર તરીકે મોર્ગન સ્ટેનલી કાર્યરત છે અને સિરિલ અમરચંદ મંગળદાસ તથા ડેવિસ પોક એન્ડ વોર્ડવેલ લિગલ કાઉન્સેલ છે. ગોલ્ડમેન સાશ RILના ફાઇનાન્સિઅલ એડવાઇઝર છે, જે પ્રોસેસ અને ટ્રાન્ઝેક્શન રિસ્ટ્રક્ચરિંગ અને પરામર્શ આપે છે. AZB અને ક્લિયરી ગોટિલેબ QIAના લિગલ કાઉન્સેલ છે.