મુંબઈ – 25 ઑગસ્ટ: ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC બેંકએ ભારતના સૌપ્રથમ કૉ-બ્રાન્ડેડ હોટેલ ક્રેડિટ કાર્ડ ‘મેરિયટ બોનવોય HDFC બેંક ક્રેડિટ કાર્ડ’ને લૉન્ચ કરવા માટે મેરિયેટ ઇન્ટરનેશનલના પુરસ્કાર વિજેતા ટ્રાવેલ પ્રોગ્રામ મેરિયેટ બોનવોયની સાથે હાથ મિલાવ્યાં છે. આ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડનું સંચાલન ડિસ્કવર ગ્લોબલ નેટવર્કનો હિસ્સો ડાઇનર્સ ક્લબ® પર થશે અને તેનો ઉદ્દેશ્ય ભારતમાં સૌથી વધુ રીવૉર્ડ આપનારા ટ્રાવેલ કાર્ડ્સમાંથી એક બનવાનો છે. મેરિયટ બોનવોય HDFC બેંક ક્રેડિટ કાર્ડ બે ટ્રાવેલ બેનિફિટ્સ આપે છે, જેમાં મેરિયટ બોનવોયના સિલ્વર એલિટ સ્ટેટસનો સમાવેશ થાય છે, જે પ્રાયોરિટી લેટ ચેકઆઉટ, એક્સક્લુસિવ મેમ્બર રેટ્સ, મેરિયટ બોનવોય બૉનસ પોઇન્ટ્સ વગેરે જેવા અનેક લાભની સાથે આવે છે.

મેરિયટ ઇન્ટરનેશનલ સાઉથ એશિયાના એરીયા વાઇસ-પ્રેસિડેન્ટ શ્રીમતી રંજુ એલેક્સએ જણાવ્યું હતું કે, જાપાન અને દક્ષિણ કોરીયા બાદ હવે અમે ભારતમાં અમારા સૌપ્રથમ મેરિયટ બોનવોય કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડને લૉન્ચ કરી રહ્યા છીએ. HDFC બેંકના પેમેન્ટ બિઝનેસ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ટેકનોલોજી એન્ડ ડિજિટલ બેંકિંગના કન્ટ્રી હેડ પરાગ રાવએ જણાવ્યું હતું કે, આ કાર્ડ દ્વારા અમારો ઉદ્દેશ્ય એક્સક્લુસિવ લાભ, રીવૉર્ડ્સ અને મેરિયટ ઇન્ટરનેશનલના પુરસ્કાર વિજેતા ટ્રાવેલ પ્રોગ્રામનું ખામીરહિત ઍક્સેસ પૂરું પાડીને કાર્ડધારકોના મુસાફરીના અનુભવને સુધારવાનો છે.

ડાઇનર્સ ક્લબ ઇન્ટરનેશનલમાં ઇન્ટરનેશનલ માર્કેટ્સના વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ વિન્ટરએ જણાવ્યું કે, જે કાર્ડધારકો ટ્રાવેલ રીવૉર્ડ કાર્ડ્સને પસંદ કરે છે, તેઓ ડાઇનર્સ ક્લબ દ્વારા માર્કેટમાં અને સમગ્ર વિશ્વમાં પૂરાં પાડવામાં આવતાં મુસાફરીના લાભ અને વિશેષાધિકારોનો ફાયદો ઉઠાવી શકશે.