Corporate News At A glance
હાથી મસાલા દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર એકસાથે 11 નવી પ્રોડક્ટ લોન્ચ
20થી પણ વધુ દેશોમાં 100થી વધુ પ્રોડક્ટ અને 70 વર્ષનો અનુભવ ધરાવતી મસાલા સેક્ટરની અગ્રણી કંપની “હાથી મસાલા” એ દેશમાં સૌપ્રથમવાર તદ્દન નવી 11 પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ અંગે હાથી મસાલાના સાગરભાઇ દુબલે જણાવ્યું હતું કે, આ તમામ પ્રોડક્ટ લેબોરેટરી ટેસ્ટમાંથી સફળતા પૂર્વક પાસ કર્યા બાદ જ લોકો માટે સૌથમવાર મૂકવામાં આવી છે અને તેનો ઉપયોગ 6 માસથી એક વર્ષ દરમિયાન કરી શકાય છે. નવા ઉત્પાદનોથી આશરે 30- 50 બહેનો માટે નવી રોજગારીનું કંપનીએ સર્જન કર્યું છે. હાથી મસાલા હવે વિદેશી પ્રોડક્ટ ક્ષેત્રે પણ ઉત્પાદન કરવા જઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ઉપલબ્ધ ઇન્ટરનેશનલ પ્રોડક્ટ લોન્ચ કરવા પાછળનું મુખ્ય કારણ ગ્રાહકોને ઘરે-ઘરે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી વિશ્વસ્તરીય પ્રોડક્ટ પહોંચાડવાનો છે. હાથી મસાલા ભારતીય મસાલાની સાથોસાથ હવે મસાલા ક્ષેત્રે વિદેશી પ્રોડક્ટસનું ઉત્પાદન પણ સ્વદેશમાં અને તે પણ ગુજરાતમાં જ કરશે.
હાથી પિરિ પિરિ મિક્સ એ મેક્સીકોની પ્રખ્યાત અને ઉચ્ચ ફ્લેવર છે જે હાથી મસાલા હવે ભારતીયો માટે લાવ્યું છે. તેનો ઉપયોગ નુડલ્સ બનાવવા, પાંઉભાજી, બટેટા-કેળા ચિપ્સ, ફ્રાઇમ્સ, નમકીન વગેરેમાં ઉપર છાંટીને જ્યારે શાકભાજીમાં પણ મીક્સ કરી શકાય છે. જે નાના બે ગ્રામના સેચેટ્સમાં ઉપલબ્ધ હોય વન-ટાઇમ યુઝ કરી શકાય છે. ઓરેગાનો મિક્સનો ઉપયોગ પિત્ઝા, પાસ્તા, ગાર્લિક બ્રેડ, નુડલ્સમાં કરી શકાય છે. હાથી રેશમ હિંગ લાવ્યા છે. જે અફઘાનના સૌથી શ્રેષ્ઠ અસલી અને દમદાર હિંગ રસમાંથી બને છે. અને ભાવ ઓછો છે. જે રૂ. 20ના ઇકો પેકમાં તથા 50 ગ્રામ અને 100 ગ્રામના પેકમાં પણ 10-20 ટકા ફ્રી હીંગ સાથે મળશે. કંપની જણાવેલ નવી પ્રોડક્ટના લોન્ચને પરિણામે ૨૦ ટકા ના ગ્રોથની અપેક્ષા કરી રહી છે.
હાથી મસાલાની વિવિધ પ્રોડક્ટ્સ એટ એ ગ્લાન્સ
હાથી ચીલી ફ્લેક્સ, હાથી ઓરેગનો મિક્સ, હાથી પિરિ પિરિ મિક્સ, હાથી નૂડલ મસાલા, હાથી ચાટ મસાલા, હાથી સોડા મસાલા, હાથી ફ્રાયમ્સ મસાલા, હાથી રેશમ હિંગ, હાથી જલજીરા ઝટકા, હાથી હિંગાસ્ટક પાવડર, હાથી બટરમિલ્ક મસાલા, હાથી આચાર મસાલા સ્પ્રિંકલર જાર. હાથી મસાલાના આ ઉત્પાદનોમાં હાથી ચીલી ફ્લેક્સ, હાથી ઓરેગાનો મિક્સ અને હાથી પિરિ પિરિ મિક્સ મુખ્ય છે. જેમાં ચીલી ફ્લેક્સની વિશેષતા એ છે કે, તે માફકસર તીખું, કુદરતી રંગ, સંપૂર્ણ મિશ્રણ સમાવિષ્ટ છે જેથી એસીડીટી થવાના ચાન્સ નહિંવત રહે છે. સાથે તેનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવે છે જેથી તેને ઉપયોગમાં લેવાથી વાનગી ખૂબ જ સરસ બને છે.
જ્યારે ઇટાલિયન ટેસ્ટનો રાજા એટલે હાથી ઓરેગાનો મિક્સ. જેનો ઉપયોગ પિત્ઝા, પાસ્તા, ગાર્લિક બ્રેડ, નુડલ્સમાં કરી શકાય છે. આ જેનાથી વ્યંજન ભરપુર સ્વાદિષ્ટ થાય છે. ઓરેગાનો મિક્સ માં થાઇમ, બેઝીલ, ગાર્લિક, મરી, મરચૂં, મીઠું જેવા તત્વોનું મિશ્રણ કરેલ છે. આવી પ્રોડક્ટને લોન્ચ કરવા પાછળ હાથી મસાલાનો ધ્યેય ગ્રાહકોને સરળતાથી શ્રેષ્ઠ અને અસલ મેક્સીકન અને ઇટાલિયન સ્વાદ પહોંચાડવાનો છે.
“હાથી રેશમ હિંગ” લાવ્યા છે. જે અફઘાનના સૌથી શ્રેષ્ઠ અસલી અને દમદાર હિંગ રસમાંથી બને છે. અને ભાવ ઓછો છે. જે રૂ. 20ના ઇકો પેકમાં તથા 50 ગ્રામ અને 100 ગ્રામના પેકમાં પણ 10-20 ટકા ફ્રી હીંગ સાથે મળશે. કંપની જણાવેલ નવી પ્રોડક્ટના લોન્ચને પરિણામે ૨૦ ટકા ના ગ્રોથની અપેક્ષા કરી રહી છે.