ગ્રીન હાઇડ્રોઝન ક્ષેત્રે અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ અબજ ડોલર રોકશે

અદાણી અને ટોટલ એનર્જીસ વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોઝન ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

ભારતના અદાણી ઔદ્યોગિક સમૂહ અને ફ્રાન્સની ટોચની ઉર્જા કંપની ટોટલ એનર્જીસે દુનિયાની વિરાટકાય ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમના સંયુક્ત નિર્માણ માટે એક નવી ભાગીદારી માટે સમજૂતી સાધી છે. આ વ્યુહાત્મક જોડાણમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL)માંથી ટોટલ એનર્જીસ અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ. (ANIL)માંનો ૨૫ ટકા લઘુત્તમ હિસ્સો હસ્તગત કરશે. ગ્રીન હાઇડ્રોઝનને કેન્દ્રમાં રાખીને આ નવી ભાગીદારી ભારતમાં અને દુનિયાના ઉર્જાના લેન્ડસ્કેપમાં બદલાવ લાવશે. અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ. (અનિલ) વાર્ષિક ૧ મિલીઅન ટન ગ્રીન હાઇડ્રોઝન અનુ તેને આનુસાંગિક ઇકોસિસ્ટમના વિકાસ માટે શરુઆતના તબક્કે ૨૮ બિલિઅન યુએસ ડોલરના રોકાણ સાથે આગામી ૧૦ વર્ષમાં ૫૦ બિલીઅન ડોલરનું રોકાણ કરશે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “અદાણી-ટોટલ એનર્જીસ વચ્ચેના સંબંધોનું વ્યૂહાત્મક મૂલ્ય વ્યાપાર અને મહત્વાકાંક્ષા એમ બંને કક્ષાએ અપાર છે. “વિશ્વના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્લેયર બનવાની અમારી સફરમાં, ટોટલ એનર્જીસ સાથેની ભાગીદારી સંશોધન અને વિકાસ, બઝારની પહોંચ અને આખરી ગ્રાહક માટેની સમજૂતિ સહિતના અનેક પરિમાણો ઉમેરે છે. રિન્યુએબલ અને ઓછા કાર્બન હાઇડ્રોજનની વ્યૂહરચના કે જે અંતર્ગત અમે ૨૦૩૦ સુધીમાં અમારી યુરોપીયન રિફાઇનરીઓમાં વપરાતા હાઇડ્રોજનને ફક્ત ડીકાર્બોનાઇઝ કરવા જ નહીં, પરંતુ આ દાયકાના અંત સુધીમાં બઝારમાં ઉછાળો આવશે આથી માંગને પહોંચી વળવા ગ્રીન હાઇડ્રોજનના વિશાળ પાયે ઉત્પાદનમાં પણ અમે અગ્રેસર બની રહેવા માંગીએ છીએ તે વેળા વ્યુહ રચનાના અમલીકરણમાં અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ.માં ટોટલ એનર્જીઝનો પ્રવેશ એ એક મુખ્ય સીમાચિહ્નરૂપ હોવાનું ટોટલ એનર્જીના ચેરમેન અને સીઇઓ પેટ્રિક પોઉયાને જણાવ્યું હતું.

સ્વિચ ઇન્ડિયાએ ઇલેક્ટ્રિક બસ પ્લેટફોર્મ – સ્વિચ EiV 12 પ્રસ્તુત કર્યું

અદ્યતન કાર્બન ન્યૂટ્રલ ઇલેક્ટ્રિક બસ અને લાઇટ કમર્શિયલ વ્હિકલ કંપની સ્વિચ મોબિલિટી લિમિટેડ (સ્વિચ)એ આજે ભારતીય બજાર માટે એનું અદ્યતન ઇલેક્ટ્રિક બસ પ્લેટફોર્મ ‘સ્વિચ EiV 12’ પ્રસ્તુત કર્યું હતું. 10 વર્ષના અનુભવને બળે આ અત્યાધુનિક ઇ-બસ ભારતમાં બસના વધતા સેગમેન્ટની જરૂરિયાત પૂરી કરશે. બે વેરિઅન્ટ – EiV 12 લૉ ફ્લોર અને EiV 12 સ્ટાન્ડર્ડમાં ઉપલબ્ધ આ વિવિધતાસભર બસો શ્રેષ્ઠ વિશ્વસનિયતા, રેન્જ અને સુવિધાજનક સવારી ઓફર કરે છે. અત્યારે કંપની 600થી વધારે બસોની ઓર્ડર બુક ધરાવે છે. જ્યારે સ્વિચ EiV 12ની ખાસિયતો ટેકનોલોજી અને પેસેન્જરની સુવિધા પર ગ્રાહક-કેન્દ્રિતતા ઓફર કરે છે, ત્યારે આ વાહનો આધુનિક અને ભવિષ્યલક્ષી છે. EiV 12 ઉત્કૃષ્ટ ડ્રાઇવ પર્ફોર્મન્સ અને કાર્યદક્ષતા આપે છે, તથા પ્રોપ્રાઇટરી, કનેક્ટેડ ટેકનોલોજી સોલ્યુશન્સ, ‘સ્વિચ iON’ ધરાવે છે, જે રિમોટ, રિયલ-ટાઇમ ડાઇગ્નોસ્ટિક્સ અને મોનિટરિંગ સેવાઓ માટે સક્ષમ છે તથા આંતરરાષ્ટ્રીય સ્તરનાં ડિજિટલ બેટરી મેનેજમેન્ટ ટૂલ્સ ધરાવે છે. EiV પ્લેટફોર્મનો ઇવી માળખું તાજેતરમાં પ્રસ્તુત થયેલી યુરોપિયન સ્વિચ e1 બસ સાથે સામાન્ય છે. આ લોંચ પર સ્વિચ મોબિલિટી લિમિટેડના ચેરમેન શ્રી ધીરજ હિંદુજાએ કહ્યું હતું કે, ભારતમાં અમારું પ્રથમ અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસ પ્લેટફોર્મ શરૂ કરવું સ્વિચ મોબિલિટી માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.