એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ રૂ. 1000 કરોડનો IPO યોજશે, DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડે SEBI સમક્ષ તેનો DRHP ફાઇલ કર્યો છે. કંપનીની પ્રારંભિક પબ્લિક ઓફરિંગમાં ₹10,000 મિલિયનના નવા ઈશ્યુ અને શેરહોલ્ડરોને વેચાણ દ્વારા 8,557,597 ઈક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થશે. કંપની આ ઓફરમાંથી મળેલી નેટ આવકનો ઉપયોગ કંપની અને તેની પેટાકંપનીઓ દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઋણની પુન:ચુકવણી/પ્રિપેમેન્ટ માટે, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા, સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને એક્વિઝિશન દ્વારા ઈનઓર્ગેનિક વૃદ્ધિની પહેલને આગળ ધપાવવા માટે કરવા માગે છે.
નાણાકીય વર્ષ 2022માં ભારતમાં આવકની દૃષ્ટિએ ટોચના ત્રણ હેલ્થકેર પ્રોડક્ટ્સ વિતરકો પૈકી એક એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડની સ્થાપના 2018માં પ્રમોટર, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રભાત અગ્રવાલ તેમજ પ્રમોટર, હોલ ટાઈમ ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રેમ સેઠી દ્વારા કરવામાં આવી હતી. કંપની હેલ્થકેર પ્રોડક્ટ ઉત્પાદકોને ફાર્મસીઓ, હોસ્પિટલો અને ક્લિનિક્સ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. 31 માર્ચ, 2023 સુધીમાં દેશભરમાં કંપનીના 73 વેરહાઉસ હતા જે લાસ્ટ-માઈલ ડિલિવરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાર્મસીઓ, હોસ્પિટલો અને ક્લિનિક્સ સાથેના સંબંધો દ્વારા હેલ્થકેર પ્રોડક્ટ ઉત્પાદકોને તેમના ઉત્પાદનોને ગ્રાહકોની વિશાળ શ્રેણી માટે ઉપલબ્ધ કરાવવા સક્ષમ બનાવે છે. FY 21, FY22 અને FY23માં કંપનીએ અનુક્રમે 39,500, 64,200 અને 81,400 રિટેલ ગ્રાહકો અને 1,600, 2,500 અને 3,400 હોસ્પિટલ ગ્રાહકોને સેવા આપી હતી. આ ઉપરાંત FY23 સુધીમાં કંપની 1,900થી વધુ હેલ્થકેર પ્રોડક્ટ ઉત્પાદકો સાથે સપ્લાયના સંબંધો ધરાવે છે જે અમને 64,500થી વધુ પ્રોડક્ટ SKU સુધીની પહોંચ આપે છે.
IPO લીડ મેનેજર્સઃ ICICI સિક્યોરિટીઝ, ડેમ કેપિટલ એડવાઈઝર્સ, જેફરીઝ ઈન્ડિયા, જેએમ ફાઈનાન્શિયલ અને SBI કેપિટલ માર્કેટ્સ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.