બે સપ્તાહના ડાઉન ટ્રેન્ડ પછી સેન્સેક્સમાં સાપ્તાહિક 1368ની રાહત રેલી
- સાપ્તાહિક સુધારામાં પણ છેલ્લા બે દિવસનું 906 પોઇન્ટનું મહત્વનું યોગદાન
- નિફ્ટી સાપ્તાહિક ધોરણએ 143 પોઇન્ટ સુધરી 15700ની મહત્વની બોર્ડર ઉપર
- બીએસઇ માર્કેટકેપમાં પણ સાપ્તાહિક ધોરણે 5.50 લાખ કરોડનો આકર્ષક સુધારો
- FPIની રૂ. 2353.77 કરોડની વેચવાલી સામે DIIની રૂ. 2213.44 કરોડની ખરીદી
ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે પણ ગેપઅપથી ખુલી હાયર ઓપનિંગ હાયર ક્લોઝિંગની સ્થિતિ જોવા મળી છે. જેમાં નિફ્ટીએ 15700 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સની બોર્ડર ઉપર જ બંધ આપીને રોકાણકારો, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સને આશા બંધાવીને છે કે, માર્કેટમાં શોર્ટટર્મ ટ્રેન્ડ સુધારાનો જળવાઇ રહી શકે છે. સેન્સેક્સ 462 પોઇન્ટના સુધારા સાથએ 52728 પોઇન્ટ રહ્યો છે. જ્યારે નિફ્ટી 142.60 પોઇન્ટના સુધારા સાથે 15700 પોઇન્ટની ટેકનિકલી તેમજ સાયકોલોજિકલ મહત્વની બોર્ડર ઉપર બંધ રહ્યો છે. સેન્સેક્સની સાથે સાથે આઇટી અને ટેકનોલોજી ઇન્ડેક્સને બાદ કરતાં મોટાભાગના સેક્ટોરલ્સમાં પણ એકથી 2.5 ટકા સુધી સુધારો રહ્યો હતો.
તમામ સેક્ટોરલ્સમાં સુધારાના પગલે ભારતીય શેરબજારોમાં રાહત રેલીની આગેકૂચ જોવા મળી હતી. નિફ્ટી 0.9% વધ્યો જ્યારે નિફ્ટી મિડ કેપ અને નિફ્ટી સ્મોલ કેપ અનુક્રમે 1.4% અને 1.8% વધ્યા હતા. IT સિવાયના તમામ સેક્ટોરલ ઇન્ડાઇસિસ પોઝિટિવ ટોન સાથે બંધ રહ્યા છે. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ સૌથી વધુ 2.5% સુધર્યો હતો. નિફ્ટી PSU બેંક અને નિફ્ટી ઓટો અનુક્રમે 1.98% અને 1.97% વધ્યા હતા. ચોમાસું આવતા અઠવાડિયામાં ભારતના આર્થિક દૃષ્ટિકોણને ભારે અસર કરશે. વધુમાં, 1QFY23 માટેના મોટાભાગના કોર્પોરેટ પરીણામો આવી ચૂક્યા છે જેની સમીક્ષા ટૂંક સમયમાં થશે. રોકાણકારો ક્વાર્ટર માટે કોર્પોરેટ કમાણીના પરિણામો માટે તૈયારી કરી રહ્યા છે. ફુગાવો વૈશ્વિક અર્થતંત્ર માટે એક મોટો ખતરો છે અને વિશ્વભરની કેન્દ્રીય બેંકો તેને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે.
સેન્સેક્સ નિફ્ટીની ઇન્ટ્રા-ડે ચાલ
વિગત | સેન્સેક્સ | નિફ્ટી |
ખુલી | 52654 પોઇન્ટ | 15699 પોઇન્ટ |
વધી | 52910 પોઇન્ટ | 15749 પોઇન્ટ |
ઘટી | 52447 પોઇન્ટ | 15619 પોઇન્ટ |
સુધારો | 462 પોઇન્ટ | 143 પોઇન્ટ |
સેન્સેક્સ- માર્કેટકેપ, નિફ્ટીની સાપ્તાહિક સ્થિતિ
વિગત | બંધ | સુધારો |
સેન્સેક્સ | 52728 પોઇન્ટ | 1368 પોઇન્ટ |
Mcap(રૂ.લાખ કરોડ) | 242.28 પોઇન્ટ | 5.50 પોઇન્ટ |
નિફ્ટી | 15699 પોઇન્ટ | 406 પોઇન્ટ |
નઝારા ટેકનોલોજી 20 ટકા ઉછળ્યો
રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ના 10 ટકા આસપાસ રોકાણ વાળી મોબાઈલ ગેમિંગ કંપની નઝારા ટેક (Nazara technologies)ના શેરોમાં શુક્રવારે 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ખરેખર નઝારા ટેકના શેર શુક્રવારથી એક્સ-બોનસના રીતે કારોબાર કરી રહ્યા છે. જેના કારણે કંપનીના શેરોમાં ઉછાળો આવ્યો. નઝારા ટેકએ થોડા સપ્તાહ પહેલા એક શેરદીઠ ઓક શેર બોનસ ઇશ્યૂ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ બોનસ શેર ઇશ્યૂ માટે સોમવારે 27 જૂને રિકૉર્ડ ડેટ નક્કી કરી છે. વર્ષ 2022ની શરૂઆતથી અત્યાર સુધી નઝારા ટેકના શેરોમાં લગભગ 48.61 ટકાનો ઘટાડો આવી ગયો છે. જ્યારે ગયા એક વર્ષમાં તેના શેરોના બાવ લગભગ 19 ટકા ઘટ્યો છે.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ
કુલ ટ્રેડેડ 3448 | સુધર્યા 2391(69.23%) | ઘટ્યા 933(27.03%) |
સેન્સેક્સ | સુધર્યા 23 | ઘટ્યા 17 |