ACCનો H1 નફો રૂ.854 કરોડ (Q2 રૂ.388 કરોડ)
અમદાવાદ, 26 ઓક્ટોબરઃ એસીસીએ સપ્ટેમ્બર-23ના અંતે પુરાં થયેલા છ માસિક ગાળા માટે પ્રોત્સાહક કામગીરી નોંધાવવા સાથે વેચાણ વોલ્યુમ 20.2% YoY @ 17.5 MioT વધ્યું છે. વાર્ષિક ધોરણે EBITDA રૂ. 566 કરોડથી નોંધપાત્ર રીતે ઊછળી રૂ. 1,607 કરોડ નોંધાયોછે. જ્યારે વાર્ષિક ધોરણે PAT રૂ. 140 કરોડથી નોંધપાત્ર વધી રૂ. 854 કરોડ નોંધાયો છે. રોકડ અને રોકડ સમકક્ષ રૂ. 3,634 કરોડ, રૂ. 538 કરોડની વૃદ્ધિ સાથે થયા છે.
નાણાકીય વિશેષતાઓ:
H1 YoY માટે
આવકમાં 14%નો વધારો થયો @ Rs 9,636 કરોડ.
EBITDAમાં રૂ. 1,041 કરોડનો વધારો, @ રૂ. 1,607 કરોડ.
EBITDA માર્જિન 9.6 pp દ્વારા 6.6% થી 16.2% સુધી વિસ્તૃત.
Q2 YoY માટે
આવકમાં 11.2% નો વધારો થયો @ Rs 4,435 કરોડ.
EBITDA રૂ. 759 કરોડ (રૂ. 673 કરોડ વધીને) હતું
EBITDA માર્જિન 14.2 pp દ્વારા 2.1% થી 16.3% સુધી વિસ્તૃત.
30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા અર્ધ વર્ષ માટે એકીકૃત નાણાકીય કામગીરી:
Particular | UoM | Q2 FY24 | Q2 FY23 | H1 FY24 | H1 FY23 |
Sales VoL. | Mn T | 8.1 | 6.9 | 17.5 | 14.6 |
Net Revenue | Rs.Cr | 4435 | 3987 | 9636 | 8456 |
EBITDA | Rs.Cr | 759 | 86 | 1607 | 566 |
EBITDA Mgn | % | 16.3% | 2.1% | 16.2% | 6.6% |
PAT | Rs.Cr | 388 | (87) | 854 | 140 |