Honasa Consumerનો IPO 31 ઓક્ટોબરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.308-324
IPO ખૂલશે | 31 ઓક્ટોબર |
IPO બંધ થશે | 2 નવેમ્બર |
ફેસવેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | રૂ.308-324 |
લોટ | 46 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 53,098,811 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | ₹1,701.00 Cr |
એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ | Rs.30 |
લિસ્ટિંગ | BSE, NSE |
એલોટમેન્ટ | 7 નવેમ્બર |
રિફંડ પ્રોસેસ | 8 નવેમ્બર |
ડિમેટ ક્રેડિટ | 9 નવેમ્બર |
લિસ્ટિંગ તા. | 10 નવેમ્બર |
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ | 30 ઓક્ટોબર |
લોટ | 46 શેર્સ અને ગુણાંકમાં |
અમદાવાદ, 27 ઓક્ટોબર: Honasa Consumer Limited (“HCL” અથવા “કંપની”), Honasa Consumer Limited (હોનાસા કન્ઝ્યૂમર લિ.) શેરદીઠ રૂ.10ની મૂળકિંમત અને રૂ.308-324ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 53,098,811 શેર્સના IPOસાથે તા. 31 ઓક્ટોબરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે.
કુલ ઓફર સાઇઝમાં રૂ. 365 કરોડ સુધીના ઇક્વિટી શેર્સ અને વેચાણ માટેના 4,12,48,162 ઇક્વિટી શેર્સ સુધીના શેરધારકો દ્વારા વેચાણની ઓફર (ઓએફએસ)ના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. ઓએફએસમાં શેર ઓફર કરનારાઓમાં પ્રમોટર્સ અને સ્થાપકો વરુણ અલઘ અને ગઝલ અલઘ તથા ફાયરસાઇડ વેન્ચર્સ ફંડ, સોફિના, સ્ટેલારિસ, કુણાલ બહલ, રોહિત કુમાર બંસલ, ઋષભ હર્ષ મરીવાલા અને બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા જેવા રોકાણકારોનો સમાવેશ થાય છે. ઓફર ગુરુવાર, 02 નવેમ્બર, 2023ના રોજ બંધ થશે.
ઇશ્યૂ દ્વારા એકત્રિત ફંડનો ઉપયોગ ક્યાં થશે
(1) બ્રાન્ડ્સની જાગૃતિ અને વિઝિબિલિટી માટે જાહેરાત ખર્ચ | (2) નવા ઈબીઓ ઊભા કરવા મૂડી ખર્ચ માટે |
(3) નવા સલુન્સ સ્થાપવા તેની પેટાકંપની, ભાબાની બ્લન્ટ (“BBlunt”)માં રોકાણ માટે | (4) સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને અજાણ્યા ઈનઓર્ગેનિકસ સંપાદન માટે |
ઇશ્યૂના લીડ મેનેજર્સ: કોટક મહિન્દ્રા કેપિટલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ, જેએમ ફાઈનાન્શિયલ અને જેપી મોર્ગન ઈન્ડિયા ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
Period | Mar22 | Mar21 | Mar20 |
Assets | 1035 | 302.64 | 181 |
Revenue | 964.35 | 472.10 | 114.2 |
PAT | 14.55 | -1,332 | -428 |
Net Worth | 706 | -1,765 | -437 |
Borrowing | 3.59 | 1,954 | 593 |
કંપનીએ નાણાંકીય વર્ષ 2024 પહેલા ત્રિમાસિક ગાળામાં કાયાપલટ કરી હતી અને રૂ. 24.71 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 11.52 કરોડ હતો અને નાણાંકીય વર્ષ 2023માં રૂ. 151 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી.
નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં ગ્રોસ પ્રોફિટ માર્જિન 17.03% હતું જેનાથી ઊંચા નફાનો લાભ લઈ શકાય છે કારણ કે ખર્ચ કાર્યદક્ષતા પહેલેથી નક્કી છે. કંપની બિઝનેસ મોડલની કાર્યક્ષમતા અને ઓપરેટિંગ લિવરેજ સેટિંગ સાથે નફાકારકતાના માર્ગમાં વધારો કરવાના માર્ગે છે. કંપની ઓફલાઇન સેગ્મેન્ટમાં પણ નવા એક્સક્લુસિવ સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
2016માં સ્થપાયેલીહોનાસા કન્ઝ્યુમર લિમિટેડ (HCL) તેના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સૌંદર્ય અને વ્યક્તિગત સંભાળ ઉત્પાદનો પ્રદાન કરે છે. હોનાસા કન્ઝ્યુમરની સ્થાપના પ્રામાણિકતા, કુદરતી ઘટકો અને સલામત સંભાળના મૂલ્યો પર કરવામાં આવી હતી અને હાલમાં તે ભારતના 500 થી વધુ શહેરોમાં સેવા આપે છે. કંપનીએ આંતરિક રીતે Mamaearth, The Derma Co., Aqualogica, Dr. Sheth’s, અને Ayuga સહિત અનેક ગ્રાહક બ્રાન્ડનો વિકાસ કર્યો છે. તેણે તાજેતરમાં BBLUNT અને કન્ટેન્ટ પ્લેટફોર્મ Momspressoમાં શેર હસ્તગત કર્યા છે. Sequoia Capital India, Sofina SA, Fireside Ventures અને Stellaris Venture Partnersના સમર્થન સાથે, HCL $1 બિલિયનની કંપની બનવાની સ્થિતિ ધરાવે છે.
30 જૂન, 2023 સુધીમાં, કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં બેબી કેર, ફેસ કેર, બોડી કેર, હેર કેર, કલર કોસ્મેટિક્સ અને ફ્રેગરન્સનો સમાવેશ થાય છે.