ફિનટેક કંપની એન્જલ વન 2022 માટે ધ નેક્સ્ટ 500- ફોર્ચ્યુન ઈન્ડિયાની યાદીમાં ધ રાઈઝિંગ સ્ટાર તરીકે ઊભરી આવી

ફિનટેક કંપની એન્જલ વન લિમિટેડે દેશની આગામી 500 સૌથી વિશાળ કોર્પોરેશનની ધ નેક્સ્ટ 500- ફોર્ચ્યુન ઈન્ડિયાની યાદીમાં ધ રાઈઝિંગ સ્ટારનું શીર્ષક પ્રાપ્ત કર્યું છે. એન્જલ વન આ વર્ષે 160મા ક્રમે આવી છે, જેણે 2021માં 369ની તુલનામાં 209 રેન્કનો ઉછાળો લીધો છે. ફોર્ચ્યુન ઈન્ડિયા નેક્સ્ટ 500 દેશનાં આગામી 500 સૌથી વિશાળ કોર્પોરેશનોનું રેન્કિંગ છે, જેણે આર્થિક પડકારો છતાં ભરપૂર સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. ફોર્ચ્યુન ઈન્ડિયા બે યાદી- સેક્ટોરલ સ્ટાર્સ અને રાઈઝિંગ સ્ટાર્સમાં રૂ. 500થી રૂ. 2000 કરોડ વચ્ચેની આવક સાથેની 500 કંપનીઓની યાદી બનાવે છે. એન્જલ વન રાઈઝિંગ સ્ટાર તરીકે સન્માનિત થનારી જૂજ કંપનીમાંથી એક છે, જે કંપની તેના ક્ષેત્રમાં સૌથી વધુ વૃદ્ધિ પામી છે. રાઈઝિંગ સ્ટારનું સન્માન ગત વર્ષના લિસ્ટિંગની તુલનામાં રેન્કિંગમાં સૌથી વધુ આગળ વધનારી કંપનીઓને મળે છે. આ નવી સિદ્ધિ હાંસલ કરવા વિશે બોલતાં એન્જલ વન લિમિટેડના સીઈઓ નારાયણ ગંગાધરે જણાવ્યું હતું કે, એન્જલ વને તાજેતરમાં જ 10 મિલિયનનો આંક પાર કરીને વર્ષમાં તેના ગ્રાહક મૂળને બેગણું વધાર્યું છે. એન્જલ વન લિમિટેડના ચીફ ગ્રોથ ઓફિસર પ્રભાકર તિવારીએ જણાવ્યું હતું કે, “અમારા ઉપભોક્તાઓને સરળ અનુભવ આપવા સાથે અમે અમારા સંપત્તિ નિર્મિતી સમાધાન ટિયર 2, 3 અને તેની પાર શહેરોમાં દરેકને પહોંચક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ અને IDFC ફર્સ્ટ બેંક બેંકાશ્યોરન્સ વચ્ચે જોડાણ

સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સે એની હેલ્થ વીમાયોજનાઓના વિતરણ માટે આઇડીએફસી ફર્સ્ટ બેંક સાથે કોર્પોરેટ એજન્સી સમજૂતી કરી છે. આ વ્યૂહાત્મક સમજૂતી અંતર્ગત સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ આઇડીએફસી ફર્સ્ટ બેંકના અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ અને એના બહોળા વિતરણ નેટવર્કનો ઉપયોગ કરીને બેંકના ગ્રાહકોને એની શ્રેષ્ઠ હેલ્થ વીમાયોજનાઓ ઓફર કરશે. આ વિશે સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આનંદ રૉયએ કહ્યું હતું કે, આ જોડાણ અમને આઇડીએફસી ફર્સ્ટના ગ્રાહકો સુધી પહોંચવા અને તેમને હેલ્થકેરના વધતા ખર્ચ સામે પોતાને સલામત બનાવવા સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે. આ જોડાણથી બંને કંપનીઓને પારસ્પરિક લાભ થશે એવી અપેક્ષા છે.આઇડીએફસી ફર્સ્ટ બેંકના વેલ્થ મેનેજમેન્ટ અને પ્રાઇવેટ બેંકિંગના હેડ વિકાસ શર્માએ કહ્યું હતું કે, જ્યારે મહામારી પછીની દુનિયામાં હેલ્થ વીમાના મહત્વને લઈને જાગૃતિમાં વધારો થયો છે, ત્યારે ઉચિત સમયે આ જોડાણ થયું છે.