SME સેગમેન્ટમાં 66.70 કરોડના વધુ બે આઈપીઓ ખૂલ્યા, જાણો રોકાણ અંગે મહત્વની બાબતો
અમદાવાદ, 3 નવેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં એસએમઈ આઈપીઓ ધૂમ મચાવી રહ્યા છે. મજબૂત લિસ્ટિંગ, આકર્ષક રિટર્ન, તેમજ સફળ સબ્સ્ક્રિપ્શનના કારણે વધુને વધુ એસએમઈ આઈપીઓ આવી રહ્યા છે. આજે વધુ બે એસએમઈ આઈપીઓ ખૂલ્યા છે. જે 7 નવેમ્બરે બંધ થશે. જ્યારે આગામી સપ્તાહે પાંચ એસએમઈ આઈપીઓનું લિસ્ટિંગ અને ચાર એસએમઈ આઈપીઓ લોન્ચ થવાની શક્યતા છે.
બંને આઈપીઓને રિટેલ રોકાણકારોએ વધાવ્યોઃ માઈક્રોપ્રો સોફ્ટવેરનો આઈપીઓ પ્રથમ દિવસે બપોર સુધીમાં કુલ 59 ટકા જ્યારે બાબા ફુડ્સનો આઈપીઓ 73 ટકા ભરાયો છે. જેમાં માઈક્રોપ્રો સોફ્ટવેરનો રિટેલ પોર્શન 1.10 ગણો અને બાબા ફૂડ્સનો રિટેલ પોર્શન 91 ટકા ભરાઈ ચૂક્યો છે.
Micropro Sofware Solutions IPO
નાગપુર સ્થિત IT સર્વિસ કંપની માઇક્રોપ્રો સોફ્ટવેર સોલ્યુશન્સ કંપની, SME IPO દ્વારા રૂ. 30.70 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઇશ્યૂ પ્રાઈસ રૂ. 81 અને માર્કેટ લોટ 1600 શેર છે. કંપની ફ્રેશ ઈશ્યુ દ્વારા 3790400 ઈક્વિટી શેર ઓફર કરશે. શેર એલોટમેન્ટ 10મી નવેમ્બરે અને NSE SME પર લિસ્ટિંગ 16મી નવેમ્બરે થશે.
ગ્રે પ્રીમિયમ: ગ્રે માર્કેટમાં માઇક્રોપો સોફ્ટવેરના આઇપીઓ માટે રૂ. 25 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે ઈશ્યૂ પ્રાઈસ સામે 31 ટકા પ્રીમિયમ દર્શાવે છે. કંપની IPO ફંડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો, મૂડી ખર્ચની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.
નાણાકીય સ્થિતિઃ 31 માર્ચ, 2023 અને માર્ચ 31, 2022 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ વચ્ચે, MicroPro Software Solutions Ltdની આવકમાં 26.32% અને કર પછીનો નફો (PAT) 121.69% વધ્યો છે.
Baba Food Processing IPO
રાંચી સ્થિત એગ્રો ફૂડ મેન્યુફેક્ચરિંગ કંપની બાબા ફૂડ પ્રોસેસિંગ આઈપીઓ રૂ. 33.00 કરોડનો ફ્રેશ ઈશ્યૂ લાવી છે. બાબા ફૂડ પ્રોસેસિંગ IPOની પ્રાઇસ બેન્ડ ₹72 થી ₹76 પ્રતિ શેર અને લઘુત્તમ લોટ સાઈઝ 1600 શેર છે.
ગ્રે પ્રીમિયમ: બાબા ફૂડ પ્રોસેસિંગ માટે રૂ. 30 ગ્રે પ્રીમિયમ જોવામાં આવ્યું છે. લિસ્ટિંગ 39 ટકાના પ્રીમિયમ પર હોવાનો અંદાજ છે. કંપની તેની એક્ઝિક્યુટિવ જરૂરિયાતોને પહોંચી વળવા અને ચણાના લોટ અને સત્તુના ઉત્પાદન માટે નવી મશીનરી ખરીદવા માટે IPO દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કરશે. તેની પેટાકંપની પંચકન્યા ફૂડ્સમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવામાં રોકાણ કરશે.
નાણાકીય સ્થિતિ: 31 માર્ચ, 2023 અને 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ વચ્ચે, બાબા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડિયા લિમિટેડની આવકમાં 94.38% અને PAT 150.14% વધ્યો છે.
વિગત | 31 Mar 2023 | 31 Mar 2022 | 31 Mar 2021 |
Assets | 6,8.11 | 54.67 | 45.83 |
Revenue | 189.64 | 97.56 | 107.69 |
Profit After Tax | 5.03 | 2.01 | 1.98 |
Net Worth | 24.99 | 19.96 | 16.49 |
Reserves and Surplus | 20.19 | 15.16 | 11.68 |
Total Borrowing | 32.66 | 27.66 | 23.25 |