અમદાવાદ, 7 નવેમ્બરઃ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ ટેક્નૉલૉજી (BIMTECH)એ મુંબઈમાં 7મી BIMTECH વીમા સંમેલનનું આયોજન કર્યું હતું. આ ઈન્સ્યોરન્સ કોલોક્વિઅમ “સસ્ટેનેબલ વેલ્યુ ચેઇનનું વિસ્તરણ: પ્રોપર્ટી અને અકસ્માત, આરોગ્ય અને જીવન વીમા પર ક્લાઈમેટ ચેન્જની અસર” થીમ પર આધારિત હતી. આબોહવા પરિવર્તન, વીમા અને ટકાઉપણું વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધ વિશે રસપ્રદ અને જ્ઞાનવર્ધક ચર્ચા-વિચારણા થઈ હતી. BIMTECHના ડિરેક્ટર ડૉ. એચ. ચતુર્વેદીએ ઈન્સ્યોરન્સ કોલોક્વિઅમનો પ્રારંભ કરતાં સંબોધન આપ્યું હતું. બાદમાં જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ-કમિટીના મેમ્બર એક્ઝિક્યુટીવ તેમજ ઈન્ટરનેશનલ કન્ઝ્યુમર પોલિસી એક્સપર્ટ પ્રો. બેજોન કુમાર મિશ્રાએ થીમને સંબોધિત કરી હતી. ત્યારબાદ એલઆઈસી ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન એમ.આર. કુમારે મહત્વના બિંદુઓને આવરી લેતી આકર્ષક સ્પીચ આપી હતી. ભારતના વીમા બજારની વર્તમાન પરિસ્થિતિ અંગે મહત્વની માહિતી આપતો “ઇન્ડિયા ઇન્સ્યોરન્સ રિપોર્ટ”નું વિમોચન કર્યું હતું. જે ઈવેન્ટના મુખ્ય અંશો પૈકી એક હતો.

જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ-કમિટીના મેમ્બર એક્ઝિક્યુટીવ તેમજ ઈન્ટરનેશનલ કન્ઝ્યુમર પોલિસી એક્સપર્ટ પ્રો. બેજોન કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, “આજના જમાનામાં આપણે ટકાઉપણું, ઈનોવેશન અને દરેક વ્યક્તિની સુખાકારીને પ્રાથમિકતા આપવી જોઈએ.”

LIC ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન એમ.આર. કુમારે જણાવ્યું હતું કે, “પ્રોપર્ટી કવરેજની અસ્પષ્ટતા અને વ્યાપારમાં મોટા પડકારોને લીધે નુકસાન, અન્ય ખોટ સાથે ક્લાઈમેટ ચેન્જ પણ વીમા ઉદ્યોગને નોંધપાત્ર રીતે અસર કરશે. દરિયાઈ સપાટી વધવાને કારણે મુંબઈ શહેરને 2050 સુધીમાં 49થી 50 અબજ ડોલરનું આર્થિક નુકસાન થઈ શકે છે.”

જે.બી. બોડા ગ્રૂપ ઓફ કંપનીઝના ગ્રૂપ ચેરમેન અતુલ ડી. બોડાએ જણાવ્યું હતું કે, “80 વર્ષના સમર્પિત કાર્ય દ્વારા, મને જે.બી. બોડા ગ્રૂપની વૃદ્ધિ અને સફળતાનો સાક્ષી બનવાનો મોકો મળ્યો છે, જે એક નોંધનીય ટીમના સામૂહિક પ્રયાસોથી શક્ય બન્યુ  છે. “

BIMTECH ખાતે PGDM-IBMના પ્રોફેસર અને ચેરમેન, એસડબ્લ્યૂએસએસના ડીન અને ચાર્ટડ ઈન્સ્યોરર પ્રો.(ડૉ.) અભિજીત કે ચટ્ટોરાજે પ્રથમ સેશનમાં મધ્યસ્થી તરીકે અંડરરાઈટિંગમાં નેટ ઝીરો ટ્રાન્ઝિશનના મહત્વ પર ભાર મૂક્યો હતો. પેનલે આબોહવાના જોખમોને કારણે થતા નુકસાનમાં કેવી રીતે ઘટાડો કરવો તે અંગે ચર્ચા કરી હતી.

જે.બી. બોડા ગ્રૂપ ઓફ કંપનીઝના ગ્રૂપ ચેરમેન અતુલ ડી. બોડાને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરી આ સંમેલનનું સમાપન કરવામાં આવ્યું હતું.  તેમણે એવોર્ડ સ્વીકારતી વખતે આબોહવા-સંબંધિત પડકારોનો સામનો કરવા માટે ઉદ્યોગની પ્રતિબદ્ધતા વિશે સ્પીચ આપી હતી.