10માંથી 7 D2C વેપારીઓને તહેવારોના વેચાણમાં 2થી4 ગણી વૃદ્ધિની આશા
નવી દિલ્હી, 11 નવેમ્બર: તહેવારોની સિઝનની શરૂઆત સાથે, ઓનલાઈન પ્રોડક્ટ્સનું વેચાણ કરતા 10માંથી લગભગ 7 ડાયરેક્ટ-ટુ-કસ્ટમર (D2C) વેપારીઓ વેચાણમાં બેથી ચાર ગણી જંગી વૃદ્ધિની અપેક્ષા રાખે છે, એમ ભારતના અગ્રણી ચેકઆઉટ નેટવર્ક સિમ્પલ દ્વારા સમગ્ર દેશમાં સેંકડો વેપારીઓના હાથ ધરવામાં આવેલા સર્વેમાં જણાયું છે.
સર્વેક્ષણમાં કોણે કોણે લીધો ભાગ | એપરલ્સ અને એથનિક વેરની ભારે ડિમાન્ડ |
સર્વેક્ષણમાં ભાગ લેનારા અનેક નાના, મધ્યમ અને મોટા D2C વેપારીઓમાં સ્નિચ, ફોર્થ ડાયમેન્શન ક્લબ, બોલ્ટ ઓડિયો, સુપરકિક્સ, ઇટાલિયન કોલોની અને બદમાશ જેવા કેટલાક નામોનો સમાવેશ થાય છે. | લગભગ 53% વેપારીઓએ એપરલ્સ અને એથનિક વેર વેચાણમાં ટોચના સ્થાને રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ બ્યૂટી અને વેલનેસ, ઇલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સ અને ઘરની સજાવટનો સમાવેશ થાય છે. |
માંગને પૂરક બનાવવા અને મોટી સંખ્યામાં ઓર્ડર્સ પૂરા કરવા માટે, મોટી સંખ્યામાં વેપારીઓ તેમની ઉત્પાદન અને વેરહાઉસિંગ ક્ષમતા વધારવા, માનવબળ ઉમેરવા અને ડિજિટલ અને ઇન્ફ્લ્યુએન્સર્સ માર્કેટિંગ પરના ખર્ચને મજબૂત કરવા માટે રોકાણ કરી રહ્યા છે. વેપારીઓ તેમના પ્લેટફોર્મ પર ગ્રાહકોને સરળ ચેકઆઉટ અનુભવ પ્રદાન કરવા માટે મોટા ઈ-કોમર્સ માર્કેટપ્લેસની જેમ કન્વર્ઝનને સુધારવા માટે, રિટર્ન ટુ ઓરિજિન (આરટીઓ) તથા કેશ ઓન ડિલિવરી ઓર્ડર્સમાં ઘટાડો કરવા માટે સિમ્પલના વન ટેપ ચેકઆઉટ જેવા સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
આ ટ્રેન્ડ પર ટિપ્પણી કરતાં, સિમ્પલના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિત્યા શર્માએ જણાવ્યું કે, તહેવારની સિઝન અને આગામી તહેવારોની મોસમ એ દેશમાં વેપારીઓ, ખાસ કરીને D2C માટે સૌથી મહત્વપૂર્ણ સેલ્સ સાઇકલ છે. 1-ટેપ ચેકઆઉટ જેવા અમારા એઆઈ-આગેવાનીના સોલ્યુશન્સ દ્વારા, અમે કન્વર્ઝનમાં સુધારો કરીને અને રિટર્ન્સ ઘટાડીને, કોઈપણ D2C બ્રાન્ડની સફળતા માટે મહત્વના બે મુખ્ય માપદંડો દ્વારા ઉત્સવની સિઝનનો મહત્તમ લાભ મેળવવા માટે વિવિધ શ્રેણીઓમાં વેપારીઓને મદદ કરી રહ્યા છીએ.દેશભરમાં 26,000થી વધુ વેપારીઓ અને લાખો ગ્રાહકો સિમ્પલના નેટવર્ક સાથે જોડાયેલા છે. આ પ્લેટફોર્મ ભારતમાં D2C મર્ચન્ટ લેન્ડસ્કેપને સશક્ત બનાવવા માટે સગવડતા લાવીને અને ગ્રાહકો સાથે વિશ્વાસ કેળવવા માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે.