અમદાવાદ, 8 નવેમ્બરઃ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL India Ltd.)એ નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 640 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 70 ટકા ઘટ્યો છે.

સરકારી તેલ ઉત્પાદક કંપનીએ ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 2,116 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવક રૂ. 8,816 કરોડ થઈ હતી, જે ગયા વર્ષના રૂ. 10,121 કરોડથી 13 ટકા ઘટી છે.

FY24ના Q2માં EBITDA ઘટી રૂ. 1486 કરોડ થઈ છે. જે  FY23ના Q2માં રૂ. 3,430 કરોડ હતી.

ઓઈલ ઈન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈક્વિટી શેર દીઠ રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે રૂ. 3.50નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે જારી કરેલા વચગાળાના ડિવિડન્ડની માન્ય અને પાત્ર શેરહોલ્ડર્સને ચૂકવણી કરવા માટે 22 નવેમ્બરને રેકોર્ડ તારીખ તરીકે નિર્ધારિત કરી છે.

BSE પર કંપનીનો શેર 310.70ના સ્તરે બંધ થયો હતો, જે આગલા દિવસના બંધ કરતાં 0.26 ટકા ઘટ્યો હતો.