SME IPO Listing: S J Logisticsના આઈપીઓએ લિસ્ટિંગ સમયે રોકાણકારોને લોટદીઠ રૂ. 59 હજારનો નફો કરાવ્યો
અમદાવાદ, 19 ડિસેમ્બરઃ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન સોલ્યુશન્સ એન્ડ સર્વિસ પ્રદાન કરતી એસ.જે લોજિસ્ટિક્સ લિ.એ આજે એનએસઈ એસએમઈ ખાતે 40 ટકા પ્રીમિયમે આઈપીઓ લિસ્ટેડ કરાવી રોકાણકારોને ખુશખુશહાલ કરી દીધા છે. SJ Logisticsએ રૂ. 125ની ઈશ્યૂ પ્રાઈસ સામે 40 ટકા પ્રીમિયમે 175ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ 5 ટકા અપર સર્કિટ વાગી હતી. પરિણામે રોકાણકારોને પોતાના સર્વોચ્ચ સ્તર 183.75થી લોટ દીઠ (1000 શેર્સ) માત્ર સાત દિવસમાં રૂ. 58750નો નફો કરાવ્યો છે.
ગ્રે માર્કેટમાં એસજે લોજિસ્ટિક્સ માટે રૂ. 125 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. લિસ્ટિંગ ગેઈન 100 ટકા થવાનો અંદાજ હતો. જેની તુલનાએ રિટર્ન મળ્યુ નથી. કંપનીએ રૂ. 125ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 48 કરોડ એકત્ર કર્યા છે. ઈશ્યૂને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 116.16 ગણો, એનઆઈઆઈ સૌથી વધુ 489.45 ગણો અને રિટેલ પોર્શન 356.33 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 316.26 ગણો ભરાયો હતો.
શેર અંગે ટીપ્સઃ
એસજે લોજિસ્ટિક્સના ફંડામેન્ટલ્સ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં મજબૂત રહ્યા છે. દેવુ પણ ઘટ્યું છે. શોર્ટ ટર્મ રોકાણકારોને નફો બુક કરવા સલાહ છે. ડિસેમ્બર એન્ડિંગમાં વેકેશન મુડ તેમજ માર્કેટમાં પ્રોફિટ બુકિંગની શરૂઆતને જોતાં નિશ્ચિત નફો બુક કરી શકે છે. મીડિયમ અને લોંગટર્મ ઈન્વેસ્ટર્સ રાહ જોઈ શકે છે.