Happy Birthday Ratan Tata: 3800 કરોડની નેટવર્થ ધરાવતા રતન ટાટા કમાણીના 66 ટકા રકમ દાન કરે છે
અમદાવાદ, 28 ડિસેમ્બરઃ દેશના ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ અને લાખો લોકોને નોકરી આપતાં ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા આજે 86 વર્ષના થયા છે. દેશના સૌથી વધુ ચર્ચિત ઉદ્યોગસાહિસક અને અનેક લોકોના પ્રેરણા સ્રોત એવા રતન ટાટા 28 ડિસેમ્બરે, 1937ના રોજ મુંબઈમાં જન્મયા હતા. 1962માં તેઓ ટાટા ગ્રુપ સાથે જોડાયા અને જમશેદપુર ટાટા સ્ટીલ ડિવિઝનમાં કામ શરૂ કર્યું. બાદમાં 1991માં તેઓ ટાટા ગ્રુપના ચેરમેન બન્યા હતા. જેઓ 10 વર્ષના હતાં, ત્યારે જ તેમના માતા-પિતા અલગ થયા હતા. ટાટા ગ્રુપ આઝાદી પહેલાં જ બજારમાં ટોચના ઉદ્યોગોમાં સામેલ હોવા છતાં રતન ટાટાએ મેનેજિરિયલ પોસ્ટથી કામની શરૂઆત કરી હતી. તેઓ હંમેશા નવુ શીખતાં અને શીખવતા રહ્યા છે. જેઓએ દેશની ધરોહર સમાન ઘણી નાદાર કંપનીઓને ઉગારી છે. જેમ કે એર ઈન્ડિયા…
મીઠુંથી માંડી એરલાઈન સુધીનો બિઝનેસ ધરાવતા ટાટા ગ્રુપ મોટાભાગના સેગમેન્ટમાં બિઝનેસ ધરાવતી હોવા છતાં ટોચના ધનિકોની યાદીમાં રતન ટાટા હંમેશાથી પાછળ રહ્યા છે. જેની પાછળનું કારણ તેમનો ધર્માદો અને સમાજ કલ્યાણ માટેની પહેલો છે.
લિસ્ટેડ કંપનીઓની 24 લાખ કરોડથી વધુ માર્કેટ કેપ
રતન ટાટા IIFL વેલ્થ હુરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ-2022માં 3800 કરોડની નેટવર્થ સાથે 421માં સ્થાને હતાં. જેની પાછળનું કારણ તેઓ પોતાની કંપનીઓ દ્વારા થતી કુલ કમાણીના 66 ટકા રકમ ટાટા ટ્રસ્ટ પાછળ ખર્ચ કરે છે. જે ચેરિટેબલ સેવાઓ કરે છે. ટાટા ટ્રસ્ટ શિક્ષણ, આરોગ્ય, કળા, સંસ્કૃતિની જાળવણી સહિત સમાજ કલ્યાણના અનેક કામો કરે છે. આર્થિક રીતે પછાત વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ માટે અનેક સહાયો પણ પૂરી પાડે છે.
ટાટા ગ્રુપની 29 જેટલી કંપનીઓ માર્કેટમાં લિસ્ટેડ છે. જેની કુલ માર્કેટ કેપ 31 જુલાઈ-23 સુધી 24 લાખ કરોડ રૂપિયા હતી. આ સિવાય અન્ય ઘણા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ ધરાવે છે. ઘણા સેગમેન્ટની કંપનીઓએ હજી લિસ્ટિંગ કરાવ્યું નથી.
ટાટા વિશે જાણવા જેવું-
- સોશિયલ મીડિયામાં 12 લાખથી વધુ ફોલોઅર્સ સાથે સૌથી વધુ ચર્ચિત ઉદ્યોગસાહસિક
- 2008માં પદ્મ વિભુષણ અને 2000માં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત
- Ratan Tata ચાર વખત લગ્ન કરવાના નિર્ણયની એકદમ નજીક પહોંચ્યા હતાં. પરંતુ અનેક કારણોસર લગ્ન કરી શક્યા નહીં.
- રતન ટાટા પોતાના શાંત અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા છે, જે ઘણીવખત પોતાની કંપનીના નિમ્ન હોદ્દાના કર્મચારીઓની અવારનવાર મુલાકાત લેવા બદલ અને તમામ કર્મચારીઓને પોતાના ગ્રુપનો અભિન્ન અંગ માને છે