CORPORATE NEWS
Q1માં ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે મજબૂત કામગીરી કરી
નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે મજબૂત નાણાકીય કામગીરી કરી છે અને એના વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી)માં 31.6 ટકાની વૃદ્ધિ કરી છે. વીએનબી એ કંપનીની નફાકારકક્ષમતા છે. 31.0 ટકાના વીએનબી માર્જિન સાથે કંપનીનું વીએનબી S 4.71 અબજ હતું. એન્યૂલાઇઝ પ્રીમિયમ ઇક્વિવેલેન્ટ (એપીઇ)એ વાર્ષિક ધોરણે 24.7 ટકાની ઊંચી વૃદ્ધિ કરી હતી.
નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીના ન્યૂ બિઝનેસ સમ એશ્યોર્ડ વાર્ષિક ધોરણે 24.9 ટકા વધીને S 2.21 ટ્રિલિયન થયું હતું. મહત્વપૂર્ણ બાબત એ છે કે, કંપનીનો સંપૂર્ણ બજારહિસ્સો વધ્યો છે, જે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 14.7 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 15.8 ટકા થયો છે. તમામ જૂથોમાં પર્સિસ્ટન્સી રેશિયો સુધર્યો છે. 13મા મહિનાનો રેશિયો, જે વ્યવસાયની ગુણવતાનું પ્રતિનિધિત્વ કેર છે, એ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 85.5 ટકા હતો.
આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ એન એસ કન્નને કહ્યું હતું કે, “ત્રિમાસિક ગાળા માટે વીએનબી S 4.71 અબજ હતું, જે વર્ષ-પ્રતિ-વર્ષ 31.6 ટકાની ઊંચી વૃદ્ધિ છે. આ માટે એપીઇમાં મજબૂત 24.7 ટકાની ઊંચી વૃદ્ધિ સંચાલિત છે.
એલએન્ડટી રિયલ્ટી MMRમાં 21 અબજ ડોલરના ત્રણ પ્રોજેક્ટ કરશે
મુંબઈ: લાર્સન એન્ડ ટૂબ્રોની રિયલ-એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની એલએન્ડટી રિયલ્ટીએ આજે મુંબઈના બજારમાં વૃદ્ધિને વેગ આપવા એની વિસ્તરણ યોજના જાહેર કરી હતી. કંપની દક્ષિણ મુંબઈ, પશ્ચિમી પરાં વિસ્તારો અને થાણેમાં સંયુક્તપણે રૂ. 8,000 કરોડના મૂલ્યોના પ્રોજેક્ટ વિકસાવશે, જેમાં 4.4 મિલિયન ચોરસ ફીટ જગ્યાના વિકાસની સંભાવના છે. આ કંપનીની મુખ્ય મેટ્રોમાં આગામી પાંચ વર્ષોમાં આશરે 5 મિલિયન ચોરસ ફીટ એરિયા ઉમેરીને એની કામગીરીને મજબૂત કરવાની મોટી યોજનાનો ભાગ છે. આ અંગે એલએન્ડટી રિયલ્ટીના એમડી અને સીઇઓ શ્રીકાંત જોશીએ કહ્યું કે, દક્ષિણ મુંબઈનો પ્રોજેક્ટ પાંચ એકર જમીન પર વિકસશે, જે મુંબઈના તમામ વિસ્તારો સાથે સારાં જોડાણની સુવિધા સાથે સ્પષ્ટ હાર્બરના દ્રષ્ટિકોણને ઓફર કરે છે. આ રહેણાંક સંકુલમાં 50-50 માળના ટ્વિન ટાવર હશે, જે વૈભવી અને રિટેલ સુવિધાઓ ધરાવશે. પશ્ચિમી પરાં વિસ્તારોમાં પ્રોજેક્ટ અંધેરીમાં મોકાના સ્થાને છે. આ પ્રોજેક્ટ પશ્ચિમ પરાં વિસ્તારમાં એલએન્ડટી રિયલ્ટીનો પ્રથમ પ્રોજેક્ટ હશે અને કંપની આધુનિક શોપિંગ સંકુલ સાથે 20 ટાવર ધરાવતું આધુનિર રહેણાંક સંકુલ વિકસાવશે. થાણેનો પ્રોજેક્ટ શહેરના હાર્દમાં 6-એકર જમીન પર આકાર લેશે. સારાં સામાજિક માળખા અને પુષ્કળ ઇન-હાઉસ સુવિધાઓ સાથે આ બહુમાળી રહેણાંક ટાવર્સ થાણેની સ્કાયલાઇનમાં ઊડીને આંખે વળગશે. એલએન્ડટી રિયલ્ટી રહેણાંક, વાણિજ્યિક અને રિટેલ ડેવલપમેન્ટમાં 70 મિલિયન ચોરસ ફીટનો બહોળો પોર્ટફોલિયો ધરાવે છે તથા અત્યારે મુંબઈ, નવી મુંબઈ, બેંગાલુરુ, ચેન્નાઈ તથા કેટલીક હદે એનસીઆર અને હૈદરાબાદમાં કામગીરી ધરાવે છે.